કબડ્ડીને જે દરજ્જો પ્રાપ્ત થયો છે તે ખૂબ જ ઉત્સાહજનક:ગીતા ફોગટ

11

પ્રો. કબડ્ડી લીગની પાંચમી સિઝનમા રમનારી ગુજરાત રાજ્યની પોતાની સૌ પ્રથમ કબડ્ડી ટીમ ‘ગુજરાત ફોરચ્યુન જાયન્ટસ’ની ઓફિશ્યલ જર્સી એક સમારંભમાં આનંદ અને ઉત્સાહ વચ્ચે વિધીવત ખુલ્લી મુકવામાં આવી છે.
ભારતની પ્રસિધ્ધ ફ્રીસ્ટાઈલ કુસ્તીબાજ ગીતા ફોગટ ખાસ આ સમારંભમાં હાજરી આપવા માટે આવી હતી. પ્રસિધ્ધ કુસ્તીબાજ ગીતાએ આગામી પ્રો. કબડ્ડી લીગની સિઝન ૫ માટે ‘ગુજરાત ફોરચ્યુન જાયન્ટ્સ’ના ખેલાડીઓને મહત્વની ફીટનેસ અને વર્કઆઉટ ટીપ આપી હતી.
આ પ્રસંગે કેપ્ટન, કોચ અને ટીમ સીઈઓ ઉપરાંત ટીમ માલિક અદાણી વિલ્મર લિ.ના મેનેજીંગ ડિરેકટર પ્રણવ અદાણી તથા ચિફ ઓપરેટીંગ ઓફિસર અંગશુ મલિક જેવા ટોચના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
અદાણી વિલ્મર લિ.ના મેનેજીંગ ડિરેકટર પ્રણવ અદાણીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, ‘આ એક ગૌરવની ક્ષણ છે, અમારૂ સપનું સાકાર થવાની નજીકમાં છે. અમે રોમાંચિત છીએ. અદાણી વિલ્મર લિ. ખાતે કબડ્ડી ક્ષેત્રે પદાર્પણ કરવાનો સમગ્ર વિચાર સ્વદેશી રમતને પ્રોત્સાહિત કરવા માટે કરાયો હતો.’ આ રમત ઘણા સમયથી કેટલીક લોકપ્રિય રમતોની હરોળમાં ઉભી રહેવા પ્રયત્નશીલ છે. કબડ્ડી ટીમને પ્રોફેશનલ મેનેજમેન્ટના ડોઝને કારણે વિવિધ પશ્ર્ચાદભૂમિક્ા ધરાવતા દરેક ખેલાડીની ઉત્તમ રમત બહાર લાવી શકાશેે. પસંદગી પ્રક્રિયા ખૂબ જ આકરી રહી હતી પણ અમે ખેલાડીઓની ટીમ નક્કી કરી ચૂકયા છીએ. ટીમ ભારતની ભાવનાને ટૂંકા સ્વરૂપે રજૂ કરે છે અને અમને ખેલાડીઓમાં સંપૂર્ણ વિશ્ર્વાસ છે.
ગીતા ફોગટે આ પ્રસંગે જણાવ્યું હતું કે, ‘ગુજરાત ફોરચ્યુન જાયન્ટસ’ની રચના એ અમારા જેવા ખેલાડીઓ માટેનો પ્રશંસનિય પ્રયાસ છે. કબડ્ડી જેવી રમતને પાછળ રાખવાને બદલે તેની લાયકાત મુજબ જે દરજ્જો પ્રાપ્ત થયો છે તે બાબત ખ્ૂબ જ ઉત્સાહજનક છે. ખેલાડીને પોતાની રમતમાં સફળતા માટે જે બાબતની જરૂર છે તેમાં માળખાગત સુવિધાઓનો પૂરતો સપોર્ટ તથા તાલિમનો સમાવેશ થયો છે. અહીં જે પ્રોફેશનલ ઢબે કામ થઈ રહ્યું છે અને બિરાદરીમાં સહેજ પણ ઓછપ નથી તેનું મને ગૌરવ છે.
કેપ્ટન સુકેશ હેગડેએ જણાવ્યું કે, ‘અમે સામેની ટીમના ખેલાડીઓ ઉપર આક્રમણ માટે સજ્જડ બન્યા છીએ’ ગુજરાત ફોરચ્યુન જાયન્ટસ એક દમદાર ટીમ છે તે બતાવવાનો સમય હવે પાકી ગયો છે. અમારી નજર દરેક ગેમ જીતવા તરફ અને ઉત્તમ રમત રમવા તરફ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *