કચ્છના હરામીનાળામાંથી ઝડપાઈ ત્રણ પાકિસ્તાની બોટ

ભારત-પાકિસ્તાન વચ્ચેની આંતરરાષ્ટ્રીય જળસીમા પાસે આવેલા કુખ્યાત હરામી નાળામાંથી સરહદી સલામતી દળના જવાનો દ્વારા બે પાકિસ્તાની ઘૂસણખોરો સાથેની ત્રણ પાકિસ્તાની બોટ ઝડપી પાડી હોવાના અહેવાલો મળી રહ્યા ચે.
દળના જવાનો જ્યારે અરબી સમુદ્રમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતાં ત્યારે તેઓની નજરે એક બોટ પડી હતી. જો કે, સરહદી સલામતી દળની પેટ્રોલિંગ ટુકડીને જોઈ, અન્ય પાંચથી સાત પાકિસ્તાની ઘૂસણખોરો પાકિસ્તાન તરફ નાસી ગયા હતાં, જો કે, બે ઘૂસણખોરોને જવાનોએ ઝડપી લીધા હતાં.
બોટ સાથે પાકિસ્તાની ઘૂસણખોરોને કોટેશ્ર્વર કાંઠે લવાય તેવી શકયતા છે. ઝડપાયેી બોટ અને પાકિસ્તાની ઘુસણખોરો પાસેથી માછીમારીના સાધનો-સામાન સિવાય બીજો કશો સંંદિગ્ધ માલસામાન મળ્યો નથી.
અલબત્ત તે ખરેખર માછીમારો જ છે કે કેમ અને ભારતમાં ઘુસી આવવા પાછળ બીજો કોઈ ઉદ્દેશ્ય હતો કે કેમ તે બાબત વિશેષ પૂછપરછમાં જ સ્પષ્ટ થશે.
ઉલ્લેખનીય છે કે, હરામી નાળામાંથી અગાઉ પણ બોટ સાથે પાકિસ્તાની ઘુસણખોરો ઝડપાયેલાં છે. તો, અગાઉ અહીંથી અનેકવાર બીનવારસી બોટ મળી આવેલી છે. છેલ્લે ગત ૧૮મી ઓગસ્ટે અહીંથી એક બીનવારસી પાકિસ્તાની બોટ મળી આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *