કંઇ પણ નવું શીખવું હોય તો ટીનેજ બેસ્ટ ઉંમર છે

daya

બાળક બે કલાકનું હોય ત્યારથી તેની શીખવાની પ્રક્રિયા શરૂ થઇ જાય છે. જો કે શીખેલું રીકોલ કરવાની ક્ષમતા થોડાક મહિનાઓ પીછીથી વિકસે છે. નેધરલેન્ડસની લેઇડન યુનિવર્સિટીના નિષ્ણાંતોનું કહેવું છે કે જો તમારે જીવનમાં લાંબા ગાળે કામ લાગે એવી નવી સ્કિલ્સ શીખવી હોય તો એ માટે ટીનેજ બેસ્ટ છે. આ એ સમયગાળો છે. જેમાં છોકરા-છોકરીઓ તેમની સાથે થતા અનુભવો અને તેમની આસપાસ થતી ઘટનઓમાંથી ખૂબ શીખે છે. જો કે આજકાલ ટીનેજર્સ બીજાનું જોઇને ખોટી આદતો, દારૂ-સીગારેટની લત અને બેફામ જીવન જીવે છે કેમ કે આ ગાળા દરમ્યાન તેમના મગજનો રિવોર્ડ સાથે સંકળાયેલો ભાગ બહુ સક્રિય હોય છે. ટીનેજર્સને અમુક-તમુક કામ કે બિહેવીયર માટે શું ઇનામ કે વળતર મળશે એ વિશેષ પસંદ આવે છે. આ જ કરણોસર તેઓ શોર્ટ ટર્મ પ્લેઝર તરફ જલદી આકર્ષાય છે. નેધરલેન્ડસના નિષ્ણાંતોનું કહેવું છે જો ટીનેજ દરમ્યાન તેમને લાંબા ગાળે થતા ફાયદા વિશે જાગૃત કરી શકાય તો તેઓ સારી બાબતો શીખી શકે. આખા જીવન દરમ્યાન મગજની નવી માહિતી ગ્રહણ કરવાની, વિશ્ર્લેષણ કરવાની અને યાદ રાખવાની ક્ષમતા દરેક વયે અલગ-અલગ હોય છે. ટીનેજનો ગાળો આ બાબતમં શ્રેષ્ઠ કહેવાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *