ઓખી વાવાઝોડાના કારણે ખેડૂતોને થયેલા નુકશાનનું વળતર અપાશે:રૂપાણી

DQWiB1XV4AAlDOy

ઓખી વાવાઝોડાને કારણે સૌથી મોટું નુુકશાન ખેડૂતોને થયું છે તેમનો ખેતરમાં લહેરાતો ઉભો પાક બગડી ગયો છે. તેથી ચિંતામાં મુકાયેલા ખેડૂતોને રાહત મળેતેવા સમાચાર મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપ્યા છે. ગુજરાત સરકારે જાહેરાત કરી છે કે, ઓખી વાવાઝોડાને કારણે ખેડૂતોને થયેલા નુકસાનનું વળતર આપવામાં આવશે.
વિજય રૂપાણી આજે રાજકોટની મુલાકાતે હતા. ત્યારે તેમણે મીડિયા સંબોધનમાં જણાવ્યું હતું કે, ઓખી વાવાઝોડાની ઘાત હવે ટળી ગઈ છે. પરંતુ ઓખીથી ખેડૂતોને જે નુકશાન થયું છે તેમનું તેમને વળતર આપવામાં આવશે. આ જાહેરાતથી રાજ્યભરના ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ હતી.
ઉલ્લેખનીય છે કે, ઓખી વાવાઝોડાને લઈને વાતાવરણમાં અચાનક પલટાને કારણે ખેતીના પાકને વ્યાપક નુકસાની થઈ હતી. હાલ ખેતરમાં ઘઉં, જીરૂં, ધાણા અને કપાસનો પાક છે. આ કમોસમી વરસાદથી શિયાળુ પાકને ભારે નુકસાની થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *