ઓખાથી બોટ દ્વારકા વચ્ચે ૫૦૦ કરોડના ખર્ચે બ્રીજ બનાવાશે ગુજરાતમાં ૪૦ બંદરો ૪૫ હજાર કરોડના ખર્ચે ડેવલપ થશે:મોદી

ver3

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત યાત્રાના આજે બીજા દિવસે સવારમાં સોમનાથમાં પહોંચ્યા હતા. જ્યાં તેઓએ જુદા જુદા કાર્યક્રમોમાં હાજરી આપી હતી. સાથે સાથે સોમનાથમાં મોદીએ કેટલીક મોટી જાહેરાતો પણ કરી હતી. મોદીએ ઓખાથી બોટ દ્વારકા વચ્ચે ૫૦૦ કરોડના ખર્ચે આઈકોનિક બ્રીજ બનાવવાની જાહેરાત કરી હતી. સાથે સાથે ગુજરાતમાં ૪૦ બંદર ૪૫ હજાર કરોડના ખર્ચે ડેવલોપ કરવાની પણ જાહેરાત કરી હતી. સાથે સાથે કંડલા પોર્ટ બંદરે ૧૪૦૦ એકડમાં સ્માર્ટ ઈન્ડસ્ટ્રીયલ પોર્ટ સિટી બનાવવાની જાહેરાત કરી હતી. ગરીબ માછીમારો માટે ૫૦ ટકા સબસીડીથી બોટ ખરીદવાની યોજના બનાવવાની પણ જાહેરાત  કરી હતી. આ તમામ જાહેરાતો લોકલક્ષી હોવાનું માનવામાં આવી રહ્યું છે. ગુજરાતની યાત્રાના પ્રથમ દિવસે ગઈકાલે મંગળવારે મોદીએ ગુજરાતના આઠ રાજ્ય ધોરીમાર્ગોને ૧ર હજાર કરોડના ખર્ચથી રાષ્ટ્રીય ધોરી માર્ગોમાં ફેરવી નાખવાની જાહેરાત કરી હતી. આજે સોમનાથ ખાતે યોજાયેલી અભિવાદન સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના ૧૬૦૦ કિલોમીટર લાંબા દરિયા કિનારા પર સાગર માલા પ્રોજેક્ટ અન્વયે ૪૫ હજાર કરોડના ખર્ચે ૪૦ પોર્ટને વિકસાવવાની જાહેરાત કરી હતી. તેમણે ગરીબ માછીમારો માટે મંડળી બનાવી ૫૦ ટકા સબસીડીથી બોટ ખરીદવા અંગેની યોજના બનાવવાની પણ જાહેરાત કરી હતી. અભિવાદનના પ્રતિભાવ ભાષણમાં મોદીએ જણાવ્યું હતું કે, ગરીબ અને અમીર વચ્ચેની ખાઈ દુર કરવા માટે કેન્દ્ર સરકાર સુગ્રથિત આયોજન થકી પરિણામલક્ષી પ્રયાસો કરી રહી છે. ગરીબોને લાભ મળે એ માટે બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું. પરંતુ આટલા વર્ષો સુધી ગરીબોં બેંક સુવિધાથી વંચિત રહૃાા હતા. તેના પરિણામે પ્રધાનમંત્રી જનધન યોજના અમલમાં મુકવામાં આવી અને ગરીબોના બેંક એકાઉન્ટ ખોલવામાં આવ્યા છે. ર૧ કરોડ લોકોને રૂપે ડેબીડ કાર્ડ થકી બેંક સુવિધા સાથે સાંકળી દેવામાં આવ્યા છે. તેમણે ઉમેર્યું કે, પહેલા ટુકડે ટુકડે વિકાસ થતો હતો. પરંતુ છેલ્લા ત્રણ વર્ષમાં સુવિચારિત આયોજન થકી વિકાસ કામો કરવામાં આવ્યા છે અને તેના સકારાત્મક પરિણામો મળ્યા છે. મોદીએ આ બાબતને કન્યાઓ માટે ટોઈલેટ અને ગામડાઓમાં વીજળીકરણનું ઉદાહરણ આપી વિસ્ત્ાૃત રીતે સમજાવી હતી. કેન્દ્ર સરકારના સાગર માલા પ્રોજેક્ટ થકી દરિયા કિનારાના વિસ્તારોમાં રોજગારીની તકો વધશે અને લોકોનું જીવન ધોરણ ઉંચુ આવશે, તેમ કહેતા મોદીએ ઉમેર્યું કે, ૮ લાખ કરોડના ખર્ચથી દેશના ૪૦૦ પોર્ટ ફિશીંગ સ્થળો વિકસાવવામાં આવશે. જેમાં, ગુજરાતમાં ૪૫ હજાર કરોડથી ૪૦ બંદરોનો વિકાસ કરવામાં આવશે. તેમાંથી ૧૮ પોર્ટને આદુનિક બનાવવામાં આવશે. ૧૧ પોર્ટની રેલવે, માર્ગ, એર કનેક્ટીવીટી વધારવામાં આવશે ૭ પોર્ટમાં ઔદ્યોગિક વિસ્તારો ડેવલપ કરવામાં આવશે. જ્યારે ૪ પોર્ટને કોસ્ટલ કોમ્યુનિટી ડેવલપમેન્ટ પ્લાન હેઠળ આવરી લેવામાં આવશે. વડાપ્રધાન કંડલા બંદરને સ્માર્ટ ઈન્ડસ્ટ્રીયલ પોર્ટ સિટી તરીકે ડેવલપ કરવાની પણ જાહેરાત કરી હતી. ૧૪૦૦ એકરમાં પોર્ટ સિટી બનશે અને તેના કારણે ૫૦ હજાર રોજગારીની તકોનું નિર્માણ થશે. આ ઉપરાંત ઓખાથી બેટ દ્વારકા વચ્ચે ૫૦૦ કરોડના ખર્ચથી આઈકોનિક બ્રિજ બનાવવાની પણ ઘોષણા કરી હતી. આ બ્રિજ રિન્યુએબલ એનર્જીનું ઉત્પાદન કરે તે સાથે સાયકલ પાથ, વોકર્સ વે, કાર વે જેવી સુવિધા પણ હશે. આ બ્રિજનું કામ પરિક્ષણ તબક્કા સુધી પહોંચી ગયાની મોદીએ વિગતો આપી હતી.

આ ઉપરાંત ગુજરાતના ૮ રાજય ધોરી માર્ગોને ૧ર હજાર કરોડના ખર્ચથી રાષ્ટ્રીય ધોરી માર્ગોમાં પરિવર્તિત કરવાની યોજના પણ જણાવી હતી. વડાપ્રધાને રાષ્ટ્રધ્વજ આધારીત ચાર રંગ આધારીત વિકાસ સાધવાની નેમ વ્યક્ત કરી હતી. કેસરીયો રંગ ઉર્જાનું પ્રતિક છે. સરકાર પુન: પ્રાપ્ય ઉર્જાનું ઉત્પાદન કરશે. લીલા રંગના આધારે હરીત ક્રાંતિ કરવાની તેમણે વાત કરી હતી. ર૦રર સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવામાં આવશે. તિરંગામાં સફેદ રંગ મુજબ શ્ર્વેતક્રાંતિ કરવાનો મોદીએ નિર્ધાર વ્યક્ત કર્યો હતો. મોદીના સ્વાગત માટે અનેક ટોચની હસ્તીઓ પણ પહોંચી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *