ઐતિહાસિક લાલ કિલ્લા પરથી ચોથીવાર સંબોધન સ્વતંત્રતા દિવસે મોદીની ‘ન્યુ ઇન્ડિયા બનાવવાની અપીલ

16-9

સ્વતંત્રતા દિવસના પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઐતિહાસિક લાલ કિલ્લા પરથી તેમના ચોથા સંબોધનમાં તમામ મુદ્દાને આવરી લીધા હતા. મોદીએ પોતાના ભાષણમાં ભ્રષ્ટાચાર, નોટબંધી, કાશ્મીર, ખેડુત, જીએસટી, રોજગાર અને ત્રિપલ તલાક સહિતના તમામ મુદ્દાને સામેલ કરીને સરકારની સિદ્ધીઓ ગણાવી હતી. સાથે સાથે વર્ષ ર૦રર સુધી ન્યુ ઇન્ડિયા બનાવવા માટેની પણ અપીલ કરી હતી.

વડાપ્રધાને પોતાના ભાષણની શરૂઆત ગોરખપુરમાં  બાળકોના મોત અને પુરના કારણે લોકોના થયેલા મોત વચ્ચે દુખની આ ઘડીમાં દરેક દેશવાસી સાથે હોવાની ખાતરી આપી હતી. તેમણે કહૃાુ હતુ કે ચાલે છેનો સમય હવે જતો રહૃાો છે. હવે બદલાયુ છે, બદલાઇ રહૃાુ છે અને બદલાઇ શકે છેનો સમય આવી ગયો છે. મોદીએ ઇશારોમાં ગૌરક્ષાના નામે થઇ રહેલી હિંસાનો પણ મુદ્દો ઉઠાવ્યો હતો અને કહૃાુ હતુ કે આસ્થાના નામે થઇ રહેલી હિંસા પર દેશ આગળ વધી શકે નહી. મોદીએ પોતાના ભાષણમાં સર્જિકલ સ્ટ્રાઇકનો ઉલ્લેખ કરતા કહૃાુ હતુ કે દેશની સેનાના સામર્થ્યની દુનિયાએ નોંધ લીધી છે. મોદીએ ઇશારામાં ચીન અને પાકિસ્તાનને પણ ચેતવણી આપી હતી. બીઆરડી હોસ્પિટલમાં ૭૦થી વધારે બાળકોના મોતના મામલે મોદી કહૃાુ હતુ કે સમગ્ર દેશના લોકો આ કરૂણાંતિકાને લઇને આઘાતમાં છે. અન્ય કુદરતી હોનારતમાં લોકોના મોતના કારણે પણ દેશના લોકો દુખી અને ચિંતિત છે. તેમણે કહૃાુ હતુ કે જળવાયુ પરિવર્તનના કારણે ક્યારેક ક્યારેક કુદરતી સંકટ લાવે છે. વર્ષ ર૦રરમાં સ્વતંત્રતાના ૭૫ વર્ષ પૂર્ણ થશે. વર્ષ ૧૯૪રથી ૧૯૪૭ સુધી દેશના એક સામૂહિક શક્તિનુ પ્રદર્શન થયુ છે. હવે સ્વતંત્રતાના ૭૫ વર્ષ બાદ પોતાની સામૂહિક સંકલ્પશક્તિ, સામૂહિક પ્રતિબદ્ધતા મારફતે દેશને આગળ વધારી દેવા ઇચ્છીએ છીએ. સામૂહિકતાની શક્તિ શુ હોય છે ત બાબત તમામ લોકો જાણ ેછે. મોદીએ સર્જિકલ સ્ટ્રાઇકની વાત કરતા કહૃાુ હતુ કે જ્યારે અમારા જવાનોએ હુમલા કર્યા ત્યારે સમગ્ર દુનિયાએ આની નોંધ લીધી હતી.  દેશની સુરક્ષા અમારી પ્રાથમિકતા છે. આંતરિક સુરક્ષા અમારી પ્રાથમિકતા છે. વન રેન્ક વન પેન્શનની બાબત વર્ષોથી અટવાયેલી હતી. જેને સરકારે પૂર્ણ કરી છે. આના કારણે દેશ માટે મર મિટવાની ઇચ્છા વધારે પ્રબળ બની છે. મોદીએ કહૃાુ હતુ કે જીએસટીને જે રીતે સફળતા મળી છે તેના કારણે દુનિયાના લોકો હેરાન છે. આટલા મોટા દેશમાં જીએસટી વ્યવસ્થા કઇ રીતે લાગુ થઇ ગઇ તે બાબતને લઇને વિશ્વના દેશો વિચારી રહૃાા છે. તેમણે કહૃાુ હતુ કે વર્તમાન સરકાર બેગણી ગતિથી રેલવે ટ્રક બિછાવવાનુ કામ કરી રહી છે. ૧૪,૦૦૦થી વધારે ગામોમાં વિજળી પહોંચી ચુકી છે. ર૯ કરોડ  ગરીબ માટે બેંક એકાઉન્ટ ખોલી દેવામાં આવ્યા છે. નવ કરોડથી વધારે સોઇલ હેલ્થ કાર્ડ જારી કરવામાં આવ્યા છે. ગરીબ મહિલાઓને મોટા પાયે ગેસ કનેક્શન આપવામાં આવ્યા છે. યુવાનોને કોઇ પણ ગેરંટી વગર સ્વરોજગાર માટે લોન આપવામાં આવી રહી છે. મોંઘવારી પર અંકુશ મુકવાની દિશામાં પહેલ થઇ છે. ઘર બનાવવા માટે ઓછા વ્યાજે પૈસા આપવામાં આવી રહૃાા છે. આજે સરકાર જે કહે છે તે કરવા માટે સકલ્પબદ્ધ પણ છે. આજે દુનિયામાં ભારતની પ્રતિષ્ઠા વધી છે. ત્રાસવાદ સામેની લડાઇમાં આજે ભારત એકલા દેશ તરીકે નથી. દુનિયાના કેટલાક દેશો સક્રિય રીતે મદદ કરી રહૃાા છે. હવાલા કારોબારીઓ અંગે માહિતી મળી રહી છે. જમ્મુ કાશ્મીરની વાત કરતા મોદીએ કહૃાુ હતુ કે રાજ્યને નવી ઉંચાઇ પર લઇ જવાના પ્રયાસ થઇ રહૃાા છે. કેટલાક કટ્ટરપંથી નેતાઓ નવા નવા પેંતરા રચતા રહે છે પરંતુ હવે તેમની યોજના સફળ થશે નહી.તેમણે કહૃાુ હતુ ક દરક કાશ્મીરીને ગળે લગાવવાથી જ સમસ્યાનો ઉકેલ આવનાર છે. ગાળોથી અને ગોળીથી કોઇ સમસ્યા ઉકેલાશે નહી. તેમણે કહૃાુ હતુ કે મોદી સંખ્યામાં બળવાખોરો  મુખ્યપ્રવાહમાં સામેલ થઇ ગયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *