એસપીજીના કોઈ સભ્ય ચૂંટણી નહી લડે: કોઈ રાજકીય પક્ષને પણ ટેકો નહી: લાલજી પટેલ

l4

ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનના એક ભાગ રહી ચૂકેલા સરદાર પટેલ ગ્રુપ (એસપીજી)એ આજે રાજકારણથી ખુદને દૂર કરતા કહ્યું કે એસપીજી કોઈ રાજકીય પક્ષોને ટેકો નહી આપે અને એસપીજીના કોઈ નેતા પણ ચૂંટણી લડશે નહી. અમારી સંસ્થાઓમાંથી જો કોઈએ ચૂંટણી લડવી હોય તો તેણે સંસ્થા છોડવી પડશે. નહીતર અમો તેને સસ્પેન્ડ કરશું. એસપીજીના વડા લાલજી પટેલે આજે ગાંધીનગરમાં એક બેઠક બાદ જણાવ્યું કે પાટીદાર સમાજનો ઉપયોગ થવા દેવામાં આવશે નહી. અમો વધુને વધુ પાટીદાર ધારાસભામાં ચૂંટાય અને અનામત સહીતના પાટદારોના હકક અનેકલ્યાણ માટે કામ કરે તે જોવા માંગીએ છીએ.
લાલજી પટેલે અનામત અંગે કહ્યું કે ભાજપે તો ઈબીસીની લોલીપોપ આપી હતી જે ચાલી નહી અને હવે કોંગ્રેસે જે અનામતની વાત કરી છે તેમાં સ્પષ્ટતા નથી તેથી અમો કોઈસાથે જોડાવાના નથી અને અમારા કોઈ સભ્યને ચૂંટણી લડવા અમો મંજુરી આપવાના નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *