એલર્ટ ગૃહ મંત્રાલયે પોલીસ વડાઓ અને રાજ્યોના ચીફ સેક્રેટરીને કરી લેખિત જાણ તા.ર૬મીએ સાત રાજ્યો પર ડ્રોન હુમલાનો ખતરો

dron

૨૬મી જાન્યુઆરીને લઇ સુરક્ષા એજન્સીઓને ચેતવણી આપ્યા બાદ ગૃહ મત્રાલય એ કેટલાંય રાજ્યોની પોલીસને સાવધાન રહેવાનું કહ્યું છે. આની પહેલાં પણ આ સંદર્ભમાં મંત્રાલયે રાજ્યોને થોડાંક દિવસ પહેલાં જ ચેતવણી આપી હતી. મિનિસ્ટ્રીએ ડ્રોન અને હવાઇ હુમલાથી થનાર ખતરાને લઇ એલર્ટ કરા દિલ્હી સહિત પંજાબ, હરિયાણા, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન, હિમાચલ પ્રદેશની પોલીસ પ્રમુખ અને ચીફ સેક્રેટરીને આ અંગે પત્ર લખ્યો છે.
એલર્ટમાં કહ્યું છે કે ડ્રોન અને હવાઇ હુમલા દ્વારા ૨૬ જાન્યુઆરીના રોજ ખતરો વધી શકે છે. તમામ રાજ્યોની પોલીસને કહ્યું છે કે જ્યાં-જ્યાં પણ નાના એરોપ્લેન ઉતરવાની જગ્યા છે ત્યાં સુરક્ષા પણ વધારવામાં આવે અને તેની સમીક્ષા પણ કરાય.
એલર્ટમાં એમ પણ કહ્યું છે કે ૨૬ જાન્યુઆરીને ધ્યાનમાં રાખતા પ્રેસિડન્ટ હાઉસની નજીક ૩૦૦ કિલોમીટરના દાયરામાં કોઇપણ હવાઇ આર્કટિલ ડ્રોન, માઇક્રો લાઇટ એરક્રાફ્ટ ઉડતું દેખાવું જોઇએ નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *