એરપોર્ટ પાસેની હોટલ પ્રિસ્ટાઈન રેસીડેન્સીમાં ક્રિકેટનો સટ્ટો રમાડતા દિલ્હીના પિતા-પુત્ર સહિત ચાર ઝડપાયા

Cricket01

શહેરના એરપોર્ટ રોડ ઉપરની હોટલ પ્રિસ્ટાઈન રેસીડેન્સીના રૂમમાં પોલીસે છાપો મારી ક્રિકેટનો સટ્ટો રમાડતા દિલ્હીના પિતા-પુત્ર સહિત ચારને ઝડપી પાડ્યા હતાં.
જાણવા મળતી માહિતી અનુસાર ડીસીબીની ટીમે બાતમીના આધારે શહેરના એરપોર્ટ રોડ ઉપરની હોટલ પ્રિસ્ટાઈન રેસીડેન્સીના રૂમનું ૨૦૯માં મળેલી બાતમીના આધારે છાપો માર્યો હતો.
ભારત-શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા- ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ ક્રિકેટ મેચમાં જુગાર રમાડતા દિલ્હીના પિતા-પુત્ર સહિત ચારને તેઓ ઝડપી ત્રણ લેપટોપ, ૧૮ મોબાઈલ ફોન, રૂ.૯૨ હજાર, નોટબુક, સહિત કુલરૂા.૩,૭૦,૨૨૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પકડાયેલામાં સુરેન્દ્રભાઈ ઉર્ફે બીટ્ટુ ઉર્ફે મંડી રામસ્વરૂપ કાલરા (ઉ.વ.પર રહે. મોડલ ટાઉન, આઝાદપુર, દિલ્હી મુળ રહે. કૈથલ, હરિયાણા) કશીષ સુરેન્દ્રભાઈ ઉર્ફે બીટ્ટુ રામસ્વરૂપ (ઉ.વ.૨૧ રહે. મોડલ ટાઉન દિલ્હી) અનીલકુમાર પ્રતાપસીંગ સોલંકી (ઉ.વ.૫૨, રહે. મજલીશ પાર્ક, આઝાદપુર, દિલ્હી મુળ રહે. બસઈકાજી, યુ.પી.) અને જીતસીંગ ઉર્ફે જીતે રમસ્વરૂપ મહાવર (ઉ.વ.૩૬, રહે. શાદીનગર, આઝાદપુર, દિલ્હી)નો સમાવેશ થાય છે.
સુરેન્દ્રભાઈ ઉર્ફે બીટ્ટુ છ મહિના અગાઉ નોઈડા ક્રાઈમ બ્રાંચના સકંજામાં આવ્યો હતો. વડોદરા શહેરમાં ઈડી વિભાગના અધિકારીના લાંચ કેસમાં સીબીઆઈ દ્વારા ચલાવવામાં આવતા કેસમાં પણ તે સંડોવાયેલો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *