એન્જિનિયરના પૈસા લૂંટી ગયા સ્વાઈપ મશીન વાળા ‘ડિજીટલ ચોર’

digitalb

હવે આપણે ડિજીટલ ઈન્ડિયા તરફ આગળ વધી રહ્યા છીએ. લોકો હવે ખીસ્સામાં પૈસા નહીં, કાર્ડ રાખવાનું વધારે પસંદ કરે છે. ત્યારે ચોર અને લૂંટારુઓ પણ ડિજીટલ બની ગયા છે. ગાઝિયાબાદથી આવી જ એક ડિજીટલ ચોરીની ખબર સામે આવી છે.
ગાઝિયાબાદના કવિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અમુક બદમાશોએ પોતાને ક્રાઈમ બ્રાન્ચના ઓફિસર જણાવીને એક એન્જિનિયરને કારમાં બેસાડી દીધો. એન્જિનિયર પાસે રોકડા પૈસા નહોતા તો સ્વાઈપ મશીનનો ઉપયોગ કરીને તેના એકાઉન્ટમાંથી ૧૮૦૦૦ રુપિયા પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધા.
પૈસા ટ્રાન્સફર કરાવ્યા પછી ચોરોએ એન્જિનિયરને કારમાંથી ઉતારી દીધો અને ફરાર થઈ ગયા. પીડિતે પોલીસ સ્ટેશન પહોંચીને તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પીડિત એન્જિનિયરનો આરોપ છે કે પોલીસે તેની મદદ કરવાના બદલે તેને ઘણો હેરાન કર્યો અને ર્દુવ્યવહાર કર્યો. બીજી બાજુ પોલીસ તરફથી કહેવામાં આવ્યું છે કે, ફરિયાદ મળી છે અને તપાસ ચાલુ છે. પૈસા કયા અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે તે જાણવા માટે બેન્ક પાસેથી જાણકારી માંગવામાં આવી છે.
દિલ્હીમાં રહેતો સચિન છઉઈ સ્થિત એક કંપનીમાં એન્જિનિયર છે. બુધવારે તે સર્વિસ રિક્વેસ્ટ પર અમરોહા જઈ રહ્યો હતો અને બસની રાહ જોઈને ઉભો હતો. ત્યારે તેની પાસે એક કાર આવીને ઉભી રહી જેના પર પોલીસનું સ્ટીકર લાગેલુ હતું. કારમાંથી ઉતરીને એક યુવાને તેને ક્રાઈમ બ્રાન્ચનો ઓફિસર જણાવ્યો અને રામપુરનો રસ્તો પૂછ્યો અને પછી એકાએક જબરદસ્તી કારમાં બેસાડી દીધો અને ગન પોઈન્ટ પર પૈસા ટ્રાન્સફર કરાવ્યા.
સચિન જણાવે છે કે તેણે સ્વાઈપ મશીનમાં બે વાર ખોટો પિન નંબર નાંખ્યો, પરંતુ બદમાશોએ તેને ગોળી મારવાની ધમકી આપી. તે ડરી ગયો અને સાચી પિન નાખી દીધી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *