એચ 1બી વિઝા ધારકોનાં યુગલો પર ત્રાટકતું ટ્રમ્પ તંત્ર: જીવનસાથીને કામ કરવા નહીં દેવાય

trump2_story_010317105753

ટ્રમ્પ વહીવટી તંત્ર બહારથી આવેલા કર્મચારીઓની બાદબાકી કરી અમેરીકી અર્થતંત્રની સાફસુફી કરવા ઝડપથી આગળ વધી રહ્યું છે. માત્ર ગેરકાયદે રહેતા અને કામ કરતાં લોકો જ નહિં કામ કરવાની પરવાનગી ધરાવતાં લોકોનો અમુક વર્ગ પણ ઈમીગ્રેશન સુધારામાં ઝપટે ચઢશે. જાણવા મળ્યા મુજબ જસ્ટીસ વિભાગે વોશીંગ્ટન ડીસીને અપીલ કોર્ટમાં અરજી કરી એચ 1બી વિઝા ધારકોના આશ્રિત-સ્પાઊસને અપાતા એચ-4 વિઝા પ્રથા બંધ કરવા વિચારણા માટે 60 દિવસની મુદત માગી છે.
ગ્રીનકાર્ડની રાહ જોતા એચ-1 બી કર્મચારીઓના જીવનસાથીને ઓબામા વહીવટી તંત્રે કામ કરવા દેવા એચ-4 વિઝા દાખલ કર્યા હતા.આ કેટેગરીમાં હજારો ભારતીય સ્પાઉટ આવી જાય છે. ફેબ્રુઆરી 2015 માં ડીપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિકયુરીટી દ્વારા નિયમ બહાર પાડી એ વખતના ઓબામા શાસને એચ-1બી વિઝા ધારકોનાં સ્પાઉસને કામ કરવા મંજુરી આપી હતી.
આ નિયમ બહાર પડયો એ પછી સેવ જોબ્સ યુએસએ નામના જુથે કોર્ટમાં પડકાર્યો હતો. પરંતુ ડીસ્ટ્રીકટ કોર્ટે ઠરાવ્યુ હતું. પરંતુ ટ્રમ્પ સતા પર આવ્યા ત્યારે આ જુથે ફરી અદાલતમાં ઘા નાખી હતી હવે ડીપાર્ટમેન્ટ ઓફ જસ્ટીસ તરફથી પણ જુથને ટેકો સાંપડયો છે. વિભાગે આ મામલે સુનાવણી 60 દિવસ મુલત્વી રાખી સરકારને વિચારવાનો સમય આપવા રજુઆત કરી છે.
જાણકારો કહે છે કે વહેલા મોડા એચ-1 બી વિઝા ધારકોનાં જીવનસાથીને એચ-4, વિઝા આપી કામ કરવા નહી દેવાય. હાલના એટર્ની જનરલ અને એ વખતનાં સેનેટર જેફ સેસન્સે એચ-4 નિયમને ઈમીગ્રેશન કાયદામાં ફેરફાર ગણાવી એ અમેરીકી કર્મચારીઓનાં હિતને નુકશાન પહોંચાડતો હોવાનો મત વ્યકત કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *