એએમયુનો ટોપર મુનાન બશીર આતંકી સંગઠન હિજબુલમાં જોડાયો

ak

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના રિસર્ચ સ્કોલર મુનાન બશીર વાનીના આતંકી સંગઠન હિજબુલ મુજાહિદ્દીનમાં સામેલ થવાના અહેવાલો છે.એ કે ૪૭ રાયફલની સાથે તેની તસવીરો સોશલ મીડિયા પર આવી છે.વાની અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં એપ્લાઇડ જિયોલોજીમાં  પીએચડી કરી રહૃાો હતો,તેણે થોડા દિવસો પહેલા જ યુનિવર્સિટી છોડી દીધી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર મુનાન બશીર વાની હવે હિઝબુલથી જોડાયો હોવાના અહેવાલો  આવ્યા છે. વાનીના પિતાનું નામ બશીર અમહદ વાની છે   અને તે જમ્મુ કાશ્મીરના કુપવાડા જીલ્લાના તાકિપોરા ગામનો રહેવાસી છે. વાનીના આતંકી સંગઠનમાં સામેલ થવું સરકારના પ્રયાસોને આંચકો માનવામાં આવે છે. કારણ કે સરકાર કાશ્મીરી યુવાનોને હિંસા છોડી મુખ્યધારામાં પાછા લાવવાનો પ્રયાસ કરી રહી છે.

રિસર્ચ સ્કોલર મુનાન બશીર વાનીએ અલીગડ યુનિવર્સિટીમાં  પીએચડીમાં દાખલો લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *