ઉભરતી વૈશ્ર્વિક તાકાતની ભૂમિકામાં ભારત

art1

ભારત, પાકિસ્તાનના ઉન્માતિ વલણથી ચિંતામાં છે ત્યારે બે વિદેશી રાષ્ટ્રીય નેતાઓના હાલના ભારત પ્રવાસથી ભારતની રાજદ્વારી નીતિ ધીરે ધીરે વિકસિત થઈ રહેલી નવી પ્રાથમિકતાઓને મહત્વ આપે છે. વાસ્તવમાં ભારતમાં હાલના દિવસોમાં નૌસેનાના ૫૪ અધિકારી કુલભૂષણ જાધવનો મામલો ગરમ છે. જાધવને પાકિસ્તાની લશ્કરી અદાલતે બચાવ માટે વકીલ ઉપલબ્ધ કરાવ્યા વિના મોતની સજા સંભળાવી છે. આ વિષે ભારતમાં પ્રસરી રહેલ આક્રોશને કારણે બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીના અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન માલ્કમ ટર્નબુની ભારત યાત્રાના મહત્વ વિષે જરૂરી ચર્ચા થઈ શકી નથી.
આ બન્ને નેતાઓની ભારતની મુલાકાત, ભારતની ઉભરતી વૈશ્ર્વિક તાકાતની છબીને નવી રીતે મજબૂત કરી રહ્યા છે. હિન્દ-પ્રશાંત ક્ષેત્રમાં ભારતની વધતી ભૂમિકાનો પણ સંકેત આપી રહેલ છે. હવે વૈશ્ર્વિક તર પર ભારત પાસેથી એક નવા પ્રકારની અપેક્ષા કરવામા ંઆવી રહી છે. આ અપેક્ષા એ છે કે, ભારત એક નવા પ્રકારની વૈશ્ર્વિક ભૂમિકા અખત્યાર કરે.
નવી દિલ્હી પણ આ ભૂમિકા નિભાવવા માટે સક્રિય છે. સુરક્ષા પ્રદાતા ભાગીદારના રૂપમાં ઘોષણાપત્રમાં જોવા મળે છે. તેમાં બન્ને દેશો વચ્ચે વધુમાં વધુ લશ્કરી પ્રશિક્ષણ અને આદાન-પ્રદાન પર ભાર મૂકાયો છે. આ સાથે જ બન્ને દેશોના માચ્છીમારોને અટકાવવા બંગાળની ખાડીમાં ચલાવાતા સંયુકત શોધ અને બચાવ અભિયાનમાં પ્રદર્શિત કરાયેલ વ્યવસાયી અંદાજ માટે સૈન્ય દળોની પ્રશંસા કરવામાં આવી છે.
હસીનાના દિલ્હી યાત્રા દરમિયાન બન્ને દેશો વચ્ચે રક્ષા-સંબંધ મહત્વના રહ્યા છે. આ વિષે થયેલ મેમોરેન્ડમ ઓફ અંડરસ્ટેનિંગ અર્થાત સહમતિ પત્ર અને બાંગ્લાદેશની સેનાની રક્ષા ખરીદી માટે ૫૦ કરોડ ડોલરની ઋણ વ્યવસ્થાનને પણ સામેલ કરાયેલ છે. તે ભારતીય સીમા સાથે જોડાયેલ કોઈ પણ દેશની સાથે આ પ્રકારનો હાલ સુધીનો સૌથી મોટો આ કરાર છે. આ ઋણ વ્યવસ્થાની સૌથી વધુ ખાસ વાત એ છે કે, બાંગ્લાદેશ પોતાની જરૂરિયાતની સંરક્ષણ સાધન-સામગ્રી ભારતીય કંપનીઓ પાસેથી ખરીદવા બાધ્ય રહેશે નહીં. આ હસીના સરકારમાં ભરોસો બહાલ કરવાની ભારતીય રીત છે કે તે નવી દિલ્હીના હિતો પડકારશે નહીં.
ભારત પોતાની આર્થિક વૃધ્ધિમાં પણ સહયોગીઓને ભાગીદાર બનાવવા માટે તૈયાર જોવા મળે છે. તેણે મોંગલા, ચટગાંવ અને પીએસ બંદરોના સમારકામ સહિત પાયાના માળખાં સાથે જોડાયેલ આશરે ૧૭ પરિયોજનાઓના વિકાસ માટે હાલના ૨.૮ અબજ ડોલર ઉપરાંત બાંગ્લાદેશ માટે અલગથી ૪.૫ અબજ ડોલરના કર્જની વ્યવસ્થા કરી છે.
દક્ષિણ એશિયામાં સંપર્ક બહાલી એટલે કે કનેકટીવીટીનર મહત્વની જરૂરિયાતોને લક્ષમાં લઈને બીબીઆઈએન એટલે કે બાંગ્લાદેશ- ભૂતાન- ભારત- નેપાળ મોટર વાહન સમજૂતીને સમયપૂર્વ લાગુ કરાવવા પર ભાર મૂકી રહેલ છે જેનો હેતુ દક્ષિણ એશિયાઈ દેશોમાં સડક માધ્યમથી નિર્બાધ અવર-જવર સુનિશ્ર્ચિત કરવાનો છે.
આ કડીમાં કોલકાતા અને ખુલના વચ્ચે બસ-ટ્રેન સેવા પણ શરૂ કરવામાં આવી છે અને જલ્દી આંતરદેશીય જલમાર્ગ ચેનલને બહાલ કરવાની યોજના પર કામ થઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શેખ હસીના દ્વિપક્ષીય સંબંધોને નવો આકાર આપવામાં રસ લઈ રહેલ છે. આ માટે કેન્દ્ર સક્રિય છે. ૨૦૧૫માં સીમા વિવાદના ઉકેલ પછી હવે તીસ્તા નદી જળ વિભાજન સાથે જોડાયેલ વિવાદના ઉકેલ માટે જોરદારપ્રયાસ કરી રહેલ છે.
હસીના પણ ભારતની ચિંતાઓ દૂર કરવાની સતત કોશિશ કરી રહેલ છે. બાંગ્લાદેશ અલગતાવાદી ભાવનાથી ગ્રસ્ત ભારતીય ઉગ્રવાદી સંગઠનો જેવા કે ઉલ્ફા અને નેશનલ ડેમોક્રેટિક ફ્રન્ટ ઓફ બોડોલેન્ડને પહોંચી વળવા ગંભીર પગલાં લઈ રહેલ છે. હૂજી, જમત-ઉલ- મુજાહિદ્દીન બાંગ્લાદેશ અને હરકત- ઉલ અન્સાર જેવી કટ્ટરપંથી તાકાતોને પહોંચી વળવા માટે હાલના દિસોમાં ભારત અને બાંગ્લાદેશની વચ્ચે ઘણો સહયોગ જણાય છે. જો કે, દિલ્હી-ઢાકા વચ્ચે મજબૂત સંબંધોની પોતાની પ્રતિબધ્ધતા માટે હસીનાને ઘરેલું સ્તર પર ભારે વિરોધનો સામનો પણ કરવો પડી રહ્યો છે. બન્ને વચચ્ચે વિભિન્ન ક્ષેત્રોમાં ૨૨ સમજૂતીઓ પર હસ્તાક્ષર થયા પછી તુરત બાદ વિપક્ષી નેતા ખાલિદા ઝિયાએ સત્તામાં બની રહેવા માટે હસીના પર બાંગ્લાદેશને ભારતના હાથે વેંચવા સુધીનો આક્ષેપ મૂકયો. પરંતુ ભારતનો આકાર અને વિસ્તારને જોતાં પોતાના પડોશી દેશોની સાથે સારા સંબંધો રાખવા તેના માટે બેહદ જરૂરી છે.
જો કે, દક્ષિણ એશિયામાં જ્યાં દિલ્હીના ઈરાદાઓ સંબંધી સંદેહ વ્યાપ્ત છે, તે સ્થિતિમાં તેણે હંમેશા સતર્કતા સાથે ખૂબ જ કાળજી રાખવી પડે છે. એ સ્પષ્ટ છે કે, જો ભારતે પોતાના પડોશીઓની ફરિયાદોને પારસ્પારિક સમજણ દ્વારા હલ કરવાની કોશિષ કરવાની રહે છે. આમ થતા તનાવ અને સંદેહ ઘટવાની શકયતા ઘટી જશે.
ભારત પોતાની રાજદ્વારી નીતિને વ્યાપક બનાવવા માટે બૃહદ હિન્દ-પ્રશાંત ક્ષેત્રમાં પણ પોતાની પ્રતિબધ્ધતાઓને વિસ્તૃત કરી રહેલ છે. આ કડીને ભારતને હાલના વર્ષોમાં જે રીતે જાપાન, ઓસ્ટ્રેલિયા, વિયેટનામ, મલેશિયા અને ઈન્ડોનેશિયા જેવા દેશોની સાથે ભાગીદારી વધારવામાં સફળતા મળી છે, તે આ ક્ષેત્રમાં ભારતની વધતી ભૂમિકા અને મોજુદગીનું પ્રમાણ છે. તાજેતરમાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનની દિલ્હીની મુલાકાત પણ દર્શાવે છે કે, વૈશ્ર્વિક સ્તરે ભારતને એક મજબૂત અને વિશ્ર્વસનીય ક્ષેત્રીય તાકાતના રૂપમાં માન્યતા મળવા માંડી છે.
ભારત અને ઓસ્ટ્રેલિયાએનૌવહન અને ઓવરફલાઈટ એટલે કે સમુદ્રની ઉપર ઉડાન ભરવાની સ્વતંત્રતા, વ્યાપાર માટે સમુદ્રી સહયોગને વધારવાના વિવિધ આંતરરાષ્ટ્રીય કાયદાઓ હેઠળ સર્વ સમુદ્રી વિવાદોને શાંતિપૂર્વક ઉકેલવાની સહમતિ દર્શાવી છે. બન્ને દેશો વહેલી તકે વ્યાપક આર્થિક સહયોગ સમજૂતીના પાસાંઓને પણ પ્રાથમિકતા અપાશે.
ચીન હાલની વિશ્ર્વ વ્યવસ્થાના આધારને પડકારી રહેલ છે ત્યારે સમાન વિચારધારાના દેશોની સાથે સહયોગ ભારતને વિશ્ર્વસનીય ક્ષેત્રીય મધ્યસ્થ સત્તાના રૂપમાં ઉભારવામાં મદદરૂપ થશે. એ ભારત પર નિર્ભર કરશે કે આ તકનો પોતાના પક્ષે કઈ રીતે ઉપયોગ કરવો તે કેન્દ્ર પર નિર્ભર કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *