ઉત્તર કોરિયા-અમેરિકા વચ્ચે શાબ્દિૃક યુદ્ધ તીવ્ર ગુવામ ઉપર મિસાઇલો ઝીંકવા ઉત્તર કોરિયાની ફરીવાર ધમકી

north-korea-usa-live-missile-launch-latest-news-847546

ઉત્તર કોરિયા અને અમેરિકા વચ્ચે શાબ્દિૃક યુદ્ધ દિન પ્રતિદિન વધુને વધુ તીવ્ર બની રહ્યું છે. બંને દેશ એકબીજાને યુદ્ધની ધમકી આપવા માટેની એકપણ તક છોડી રહૃાા નથી. હવે ઉત્તર કોરિયાએ ફરીએકવાર કહ્યું છે કે, જો અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઉશ્કેરણીજનક નિવેદન કરશે તો તે ગુવામ ઉપર મિસાઇલોનો વરસાદ કરી દેશે. પ્રશાંત મહાસાગરના નાનકડા દ્વીપ ગુવામ પર અમેરિકી એરફોર્સ અને નૌકા સેનાના એરબેઝ રહેલા છે. ઉત્તર કોરિયાની સરકાર માની રહી છે કે, અમેરિકા આ દ્વિપનો ઉપયોગ કરીને તેના દેશ ઉપર હુમલા કરી શકે છે. ઉત્તર કોરિયન સરકારે ટ્રમ્પ તરફથી કરવામાં આવી રહેલા ટ્વિટને ઉશ્કેરણીજનક ગણાવ્યા છે. ઉત્તર કોરિયા દ્વારા સતત મિસાઇલ પરીક્ષણના પરિણામ સ્વરુપે તેના અને અમેરિકા વચ્ચેના સંબંધો છેલ્લા કેટલાક મહિનાથી વિસ્ફોટક સ્તરે પહોંચી ગયા છે. ડીપીઆરકે ઇન્સ્ટીટ્યુટ ઓફ અમેરિકન સ્ટડીઝના રિસરચર કિંગવાગે એક લેખમાં કહ્યું છે કે, અમે પહેલાથી જ ચેતવણી આપી ચુક્યા છે કે, અમે પોતાની સુરક્ષા માટે પ્રતિક્રિયા રુપે હુમલા કરી શકીએ છીએ. આમા અમેકિકી દ્વિપ ગુવામની સાથે પાણીમાં મિસાઇલોનો વરસાદ પણ સામેલ છે. અમેરિકાના એડવાન્સ બેઝ તરીકે આને ગણવામાં આવે છે. અમેરિકા દ્વારા પણ દરરોજ શક્તિ પ્રદર્શન કરવામાં આવી રહૃાા છે. આ સપ્તાહમાં યુએસબી-વનબી બોંબર્સ દ્વારા દક્ષિણ કોરિયાના ઉપરથી ઉંડાણ ભરવામાં આવી હતી. આ બોંબર્સની આગળ પાછળ દક્ષિણ કોરિયાના યુદ્ધવિમાન ઉંડાણ ભરી રહૃાા હતા. બી-વનબી વિમાનો આ ક્ષેત્રમાં આક્રમક વલણ અપનાવી રહૃાા છે. આગામી દિવસોમાં અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચે કોઇ યુદ્ધના સંકેત છે કે કેમ તેને લઇને વૈશ્ર્વિક સ્તર પર ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. ઉત્તર કોરિયાના વડા કિમ દ્વારા જિદ્દી વલણ અપનાવવામાં આવી રહ્યું છે જે ઘાતક પુરવાર થઇ શકે છે. આજ કારણસર વિશ્વના દેશો પણ આગળ આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *