ઉત્તર કોરિયા, અફઘાન અને અન્ય મુદ્દાઓ ઉપર પણ ચર્ચા ટ્રમ્પ-મોદી વચ્ચે ફોન પર લાંબી ચર્ચા : માલદીવનો મુદ્દો છવાયો

modi-trump-call

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે ફોન પર લાંબી વાતચીત થઇ હોવાના હેવાલ મળ્યા છે. બન્ને નેતાઓએ ફોન પર જુદા જુદા વિષય પર વાતચીત કરી હતી. વાતચીતમાં માલદીવ અને ઉત્તર કોરિયાનો મુદ્દો પણ છવાયો હતો. વ્હાઇટ હાઉસ દ્વારા વાતચીતના સંબંધમાં માહિતી આપી છે. બન્ને નેતાઓએ અફઘાનિસ્તાનમાં હાલમાં પ્રવર્તી રહેલી સ્થિતી, હિન્દૃ પ્રશાંત ક્ષેત્રમાં સુરક્ષાના મામલે પણ વાતચીત થઇ હતી. આ વર્ષે ટ્રમ્પ અને મોદી વચ્ચે થયેલી આઈ પ્રથમ વાતચીતને ખુબ ઉપયોગી ગણવામાં આવે છે. વ્હાઇટ હાઉસે કહૃાુ છે કે બન્ને નેતાઓએ માલદીવ સંકટ પર પણ ચર્ચા કરી હતી. લોકશાહી સંસ્થાઓ તેમજ વિધીના  શાસનના સન્માન કરવા માટેની વાત થઇ હતી. ટ્રમ્પે ઉત્તર કોરિયા અને મ્યાનમારમાં રોહિગ્યા સંકટને લઇને પણ મંદીએ વાત કરી હતી. જુદા જુદા વિષય પર વાતચીત થઇ હતી. વ્હાઇટ હાઉસ પાસેથી મળેલી માહિતી મુજદ ટ્રમ્પ અને મોદીએ ફોન પર વાતચીત કરી છે. માલદીવ હાલમાં સંકટમાંથી પસાર થઇ રહૃાુ છે. સુપ્રીમ કોર્ટે વિપક્ષના નવ નેતાને મુક્ત કરવાના આદેશ જારી કર્યા હતા. ત્યારબાદ માલદીવના પ્રમુખ યામીનની સરકારે આ આદેશને સ્વિકાર કરવાનો ઇન્કાર કર્યો હતો. ત્યારબાદ માલદીવ સરકારે ઇમરજન્સીની જાહેરાત કરી હતી. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ અબ્દૃુલ્લા સઇદને પકડી લેવામાં આવ્યા હતા. ટ્રમ્પ અને મોદીએ પ્રશાંત-હિન્દૃ મહાસાગર ક્ષેત્રમાં પ્રવર્તી રહેલી જટિલ સ્થિતી પર ચર્ચા કરી હતી.

વ્હાઇટ હાઉસે કહ્યું છે કે, મોદી અને ટ્રમ્પ બંને હિન્દૃ પ્રશાંત ક્ષેત્રમાં સુરક્ષાના પાસા પર સાથે મળીને કામ કરવા માટે તૈયાર થયા છે. આ વાતચીતને રાજકીયરીતે પણ મહત્વપૂર્ણ ગણવામાં આવી રહી છે. એકબાજુ અમેરિકામાં પણ અનિશ્ર્ચિતતાનો માહોલ સર્જાયેલો છે. આવી સ્થિતિમાં મોદી અને ટ્રમ્પ વચ્ચેની વાતચીત પર પહેલાથી જ નજર હતી.

ચીનને દબાણમાં લેવા અમેરિકા અને ભારત સાથે મળીને આગળ વધી રહૃાા છે. ચીન તેની ગતિવિધિના કારણે પ્રશાંત ક્ષેત્રમાં અથવા એશિયન ખંડમાં અન્ય દેશો પર દબાણ લાવવાની નીતિ અપનાવી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *