ઉત્તર કોરિયાની અમેરિકાને નવા વર્ષે ધમકી મારા ટેબલ પર છે પરમાણુ બટન:કિમ જોંગ

1-2

આતરરાષ્ટ્રીય કક્ષાએ ઉત્તર કોરિયાની વિરુદ્ધ ભલે ઘણા બધા પ્રતિબંધો લગાડવામાં આવ્યા હોય, પરંતુ તેની અસર તેને થઈ દેખાઈ રહી નથી. ઉત્તર કોરિયાના સમુખત્યાર કિંમ જોંગના નિવેદનો પરથી એવું લાગી રહ્યું છે.

નવા વર્ષ નિમિત્તે ફરી એકવાર કિંમે વિશ્વને પરમાણુ હુમલાની ધમકી આપી છે. દેશને સંદેશો પાઠવતા કિંમ જોંગે કહયું કે મારા ટેબલ પર હંમેશા ન્યૂક્લિયરનું બટન હોય છે. આ ધમકી નથી પણ હકિકત છે. તેમ તેમણે જણાવ્યું હતું.

તેમણે કહયુ કે આપણે મોટાપાયે પરમાણુ હથિયાર અને મિસાઈલ બનાવવા છે અને ઝડપથી દેશની સુરક્ષા માટે તહેનાત કરવાના છે, કિંમ જોંગે પોતાના નવા વર્ષના શુભેચ્છા સંદેશમાં પોતાનો દેશ પરમાણું સંપ્પન  દેશ હોવાનો દાવો ફરીથી કર્યો હતો.

આ દરમિયાન કિમ જોંગે સાઉથ કોરિયાને મેસેજ આપતા કહ્યું કે, વાતચીતના રસ્તા ખુલી ગયા છે. ફેબ્રુઆરીમાં સાઉથ કોરિયામાં યોજાનાર વિન્ટર ઓલિમ્પિકસમાં નોર્થ કોરિયાના ખેલાડીઓને મોકલવા શક્ય છે. આ માટે બંને કોરિયાના અધિકારીઓ ટૂંક સમયમાં મુલાકાત કરી આ અંગે વિચારણા કરશે.

છેલ્લા ઘણા મહિનામાં સયુક્ત રાષ્ટ્ર દ્વારા આ દેશ પર કેટલાક પ્રતિબંધો લગાવ્યા છે. તેમ છતા કિંમ જોંગ પોતાના પરમાણુ કાર્યક્રમને રોકવાની ઈચ્છા ધરાવતા નથી. તેઓ હજુ મોટાપાયે પરમાણુ હથિયાર અને મિસાઈલ્સ બનાવી રહૃાા છે. નવા વર્ષે આપેલા તેમના નિવેદનથી સ્પષ્ટ થઈ ગયુ છે કે તેઓ આ કાર્યક્રમને રોકવાના નથી. આ વર્ષના સપ્ટેમ્બર મહીનામાં ઉત્તર કોરિયાએ સૌથી શક્તિશાળી હાઈડ્રોજન બોમ્બનું પરિક્ષણ કર્યું હતુ.

ઉત્તર કોરિયા ઈંટર કોન્ટિનેટલ બેલાસ્ટિક મિસાઈલના પરિક્ષણ પણ વધુ ભાર આપી રહૃાુ છે. ખાસ તરીકે એવી મિસાઈલ્સો જે અમેરિકા સુધી વાર કરી શકે. જો કે ઉત્તર કોરિયાના મિસાઈલ્સ પરીક્ષણને લઈને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ પણ સતત નિવેદન આપી રહૃાા છે. કેટલાક ટ્રંપે પણ ઉત્તર કોરિયાને બધી રીતે ધ્વસ્ત કરવા સુધીના નિવેદનો આપ્યા છે.

તેના પછી પણ કિંમ જોંગનો કાર્યક્રમ અટકયો નથી.તે સતત મિસાઈલ્સ પરિક્ષણ કરી રહૃાા છે. આ સ્થિતિમાં તેમની જાહેરાત મારા ટેબલ  પર પરમાણુ હથિયારનું બઠન હોય છે બાદ આ ક્ષેત્રમાં સ્થિતિ તંગ બની ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *