ઉત્તરપ્રદેશમાં મુખ્યમંત્રી યોગીના કાર્યક્ષેત્ર ગોરખપુર કોલેજ હોસ્પિટલમાં ઓક્સિજન સપ્લાય બંધ કરાતા ૩૦ બાળકોના મોત

_70d091b4-7e9d-11e7-a713-31f90463e8eb

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી  આદિત્યનાથના મતવિસ્તાર ગોરખપુરમાં શુક્રવારે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી હતી. શહેરના બીઆરડી મેડિકલ કોલેજમાં ઓક્સિજન સપ્લાય બંધ થવાને લીધે ૩૦ બાળકોના કમકમાટીભર્યા મોત થયા હોવાનું જણાયું હતું. મૃતકોની સંખ્યા અંગે સત્તાવાર કોઈ માહિતી પુરી પાડવામાં આવી નથી. કેટલાક રિપોટર્સમાં મૃતકોની સંખ્યા ઓછી પણ હોવાનું જણાવાયું છે.

ગોરખપર ડીએમ રાજીવ રોતેલાનેા જણાવ્યા મુજબ મૃતકોની સંખ્યા વધીને ૩૦ થઈ છે. પહેલા ૨૨ બાળકોના મૃત્યુ થયા હોવાની જાણ થઈ હતી. મીડિયા અહેવાલો મુજબ ૬૯ લાખની ચૂકવણી બાકી હોવાથી હોસ્પિટલને એાક્સિજન પુરો પાડતી એક કંપની પુરવઠો બંધ કરી દીધો હતો. ગુરૂવારે સાંજે હોસ્પિટલમાં લિક્વિડ ઓક્સિજનનો પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો. બીઆરડી હોસ્પિટલમાં બે વર્ષ પહેલા લિકિવડ એાક્સિજન પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો હતો. ૩૦ બાળકોના એન્કેફલાઈટિસથી મૃત્યુ થયું હતું.

આ ઘટનાને પગલે વહીવટી વિભાગમાં ફફડાટ ફેલાયો છે. શુક્રવારે સવારે એક બેઠક મળી હતી જેમાં જિલ્લાના કેટલાક અધિકારીઓ સામેલ હતા. આ બેઠકમાં બાંસગાંવના ભાજપના સાંસદ કમલેશ પાસવાને પણ ઉપસ્થિત હતા. મીટિંગમાંથી બહાર આવ્યા બાદ ભાજપના સાંસદે જણાવ્યું હતું કે, મને ૩૦ બાળકોના મૃત્યુની માહિતી મળી છે. જે પૈકી ૨૩ અન્ય તેમજ સાત બાળરોગના દર્દીઓ હોવાનું જાહેર કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *