ઉત્તરપ્રદેશને પાંચ વર્ષમાં વિકસિત રાજ્યમાં ફેરવાશે : શાહનું વચન

10-4

કોંગ્રેસના નાયબ અધ્યક્ષ રાહુલ ગાંધી ઉપર આજે ભાજપ પ્રમુખ અમિત શાહ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આકરા પ્રહારો કર્યા હતા. અમેઠીમાં અમિત શાહ અને યોગી આદિત્યનાથ પહોંચ્યા હતા અને રાહુલના ઘરમાં જ તેમના ઉપર પ્રહારો કરવામાં આવ્યા હતા. અમિત શાહે કહ્યું હતું કે, મોદીથી ત્રણ વર્ષનો હિસાબ માંગનાર રાહુલ ગાંધીને અમેઠીમાં પોતાની ત્રણ પેઢીઓનો હિસાબ આપવો જોઇએ. યોગીએ રાહુલ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, તેમને અમેઠીની નહીં પરંતુ ઇટાલીની યાદ આવી જાય છે.

ભાજપ અધ્યક્ષે રાહુલ ઉપર પ્રહાર કરતા કહ્યું હતું કે, કોંગ્રેસ અને રાહુલ ગાંધી હાલમાં પ્રશ્ર્ન કરે છે કે, ત્રણ વર્ષમાં તમે શું કર્યું છે પરંતુ અમેઠીની પ્રજા ત્રણ પેઢીનો હિસાબ માંગી રહી છે. આટલા વર્ષથી સાંસદ હોવા છતાં કલેક્ટરની ઓફિસ, ટીબી હોસ્પિટલ અને એફએમ સ્ટેશન પણ હજુ સુધી બની શક્યા નથી. ખેડૂતોની જમીન નદીના કારણે બરબાદ થઇ રહી છે.

ગરીબોના બેંક એકાઉન્ટ મોદી ખોલી રહૃાા છે. ઘેર ઘેર વિજળી પહોંચાડી રહૃાા છે. અમિત શાહે કહ્યું હતું કે, રાહુલના પરિવારના તમામ સભ્યો સત્તામાં રહી ચુક્યા છે પરંતુ કોઇ કામ થયું ન હતું. હવે આ તમામ કામ મોદીને કરવાની ફરજ પડી રહી છે. ગુજરાતની પ્રજા ગુજરાતની વાસ્તવિકતા જાણે છે પરંતુ અમેઠીમાં આવીને હિસાબ આપવા જોઇએ. રાહુલ ગાંધી દ્વારા મોદીના કામકાજ ઉપર પ્રશ્ર્નો ઉઠાવનાર રાહુલને જવાબ આપતા કહ્યું હતું કે, મોદી સરકારે ગરીબો, ખેડૂતો, આદિવાસીઓ અને યુવાનો માટે ૧૦૬ યોજનાઓ બનાવી છે. આ તમામ યોજનાઓની યાદી તેમની પાસે રહેલી છે. મોદીએ જનધન યોજના સહિત શ્રેણીબદ્ધ યાદીઓ તૈયાર કરી છે. ભાજપ અધ્યક્ષે એમ પણ કહ્યું હતું કે, અમે એક સાહસથી બોલનાર વડાપ્રધાન આપી ચુક્યા છે.

કોંગ્રેસના શાસન દરમિયાન એવા વડાપ્રધાન હતા જેમને સાંભળવા માટે પ્રજા રાહ જોતી રહી જતી હતી. છ મહિના સુધી નજરે પડતા ન હતા. જ્યાં સુધી કોંગ્રેસના સભ્યોનો ઇશારો થતો ન હતો ત્યાં સુધી નિવેદન પણ કરતા ન હતા. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસ શાસનમાં આતંકવાદી હુમલાઓના જવાબ અપાતા ન હતા પરંતુ મોદી સરકાર આવ્યા બાદ ઉરીમાં ત્રાસવાદી હુમલો થયો હતો તેના ૧૦ દિવસની અંદર પાકિસ્તાનની અંદર ઘુસીને સર્જિકલ હુમલા કરવામાં આવ્યા હતા.

આ તમામ બાબત રાહુલ ગાંધીને દેખાશે નહીં. કારણ કે તેમના ઇટાલિયન ચશ્મા છે. અમિત શાહે વિશ્ર્વાસ વ્યક્ત કરતા કહ્યું હતું કે, ર૦૧૯માં અમેઠીમાં પણ પરિવર્તન જોવા મળશે. દેશમાં વિકાસના બે મોડલ છે. જેમાં એક ગાંધી-નહેરુ પરિવારના મોડલ તરીકે છે અને બીજુ મોદી મોડલ છે.

યુપીને પાંચ વર્ષમાં વિકસિત કરી દેવાની વાત કરતા શાહે કહ્યું હતું કે, ગુજરાતના દરેક ગામમાં ર૪ કલાક વિજળી આવે છે. દરેક ઘરમાં પાણી આવે છે. દરેક તાલુકામાં આરોગ્ય કેન્દ્રો છે. યોગી સરકાર પણ આજ દિશામાં વધી રહી છે.

આગામી વખતે જ્યારે અમે વોટ માંગવા આવીશું ત્યારે ઉત્તર પ્રદેશને ગુજરાતની જેમ જ વિકસિત રાજ્ય બનાવીને આવીશું. બીજી બાજુ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ રાહુલ ઉપર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, રાજીવ ગાંધી ફાઉન્ડેશનના નામ ઉપર જે ખેડૂતોની જમીનોને કબજે કરવાના કાવતરા થયા છે તેને અમે સફળ થવા દઇશું નહીં. કોઇ જગ્યાએ જમાઈ જમીન કબજે કરી રહૃાા છે કોઇ જગ્યાએ પુત્ર જમીન કબજે કરી રહૃાા છે પરંતુ આને અમે સફળ થવા દઈશું નહીં.

કોંગ્રેસ ૫૫-૬૦ વર્ષ સુધી શું કરતી રહી છે. આખરે આ ફાઉન્ડેશન કયા કામે લાગેલું હતું. આમા સરકાર હજારો કરોડ રૂપિયાનો ખર્ચ કરતી હતી પરંતુ પૈસા ક્યા જતાં હતા તેના હિસાબ હવે થઇ રહૃાા છે.

યોગી સરકારે પોતાની સરકારની કામગીરીનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે, ૩૭ લાખ મેટ્રિક ટન ઘઉંની ખરીદી કરવામાં આવી ચુકી છે. વચેટિયા પ્રથા બંધ થઇ ચુકી છે. આનો સીધો મતલબ કોંગ્રેસની રોજગારી બંધ થઇ ગઇ છે. કોંગ્રેસના શાસનકાળમાં વચેટિયા પ્રથા જન્મી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *