ઉંડા ને લાંબા શ્ર્વાસ લેવાથી મગજ રિલેકસ થાય છે

Untitled

કોઈને અચાનક પેનીક અટેક થાય ત્યારે ડોકટર તેને ઉંડા શ્ર્વાસ લેવા કહે છે. ખૂબ પીડા થતી હોય ત્યારે ઉંડા શ્ર્વાસ લેવાથી થોડીક રાહત અનુભવાય છે. ખુબ ગુસ્સો આવતો હોય ત્યારે મૌન રાખીને બે મીનીટ ડીપ બ્રીધીંગ કરવાથી ગુસ્સો ઠંડો પડી જાય છે.આવા નુસખા આપણે ઘણી વાર અજમાવીએ છીએ. પરંતુ હકીકતમાં ઉંડા શ્ર્વાસ લેવાથી ખરેખર ફાયદો થાય છે કે એ પછી સાઈકોલોજીકલ અસરને કારણે સારૂ લાગે છે? આ વાતનો ઉકેલ મેળવવા માટે એકસપર્ટસની ટીમે ડીપ બ્રિધીંગ ખરેખર બોડીમાં વર્ક કરે છે કે નહિં એનો અભ્યાસ કર્યો હતો. ઉંદરો પર કરેલા પ્રયોગમાં સાયન્ટીસ્ટોને ખાતરી થઈ ગઈ કે યસ, ડીપ બ્રીધીંગથી ખરેખર મગજ રીલેકસ થાય છે. જયારે ઉંદરો, ખુબ ઝડપથી શ્ર્વાસ લેતા હતા ત્યારે તેમના મગજમાંથી શરીર તરફ આવતા સીગ્નલ્સમાં ગરબડો વધુ થતી હોવાનું જોવા મળ્યુ હતું. ઝડપથી અને અધુરા શ્ર્વાસ લેવાને કારણે મગજને ઓકસીજન પુરતો નથી પહોંચતો. એવા સમયે કેટલાંક ચેતાતંતુઓની વચ્ચે કેટલાંક કોષોમાં અંધાધુંધી છવાઈ જાય છે. આ કોષો મગજમાં થઈને એન્ગ્ઝાયટી ટ્રીગર કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *