ઇરફાનનું ‘કરીબ કરીબ સિંગલનું ટ્રેલર રિલીઝ

Qarib-Qarib-Single-620x400

ઇરફાન ખાન અને દક્ષિણ ભારતીય ફિલ્મની અભિનેત્રી પાર્વતીની ફિલ્મ કરીબ કરીબ સિંગલનું ટ્રેલર ઇન્ટરનેટ પર રિલીઝ કરાયું છે. આ ટ્રેલરને અત્યાર સુધી દસ હજારથી વધુ લોકોએ પસંદ કર્યું છે. ફિલ્મનું દિગ્દૃર્શન તનુજા ચંદ્રાએ કર્યું છે.

ફિલ્મ બે વ્યકિતઓના પ્રવાસ પર આધારિત છે જે ઓનલાઇન મળે છે. આ ફિલ્મમાં ઇરફાન યોગી તો પાર્વતી જયશ્રીના કિરદારને ન્યાય આપી રહી છે. કરીબ કરીબ સિંગલના ટ્રેલરમાં ઇરફાનની રમૂજ જોવા મળી રહી છે. ફિલ્મ એક પરી કથા તરીકે રજૂ કરવામાં આવી છે અને જણાવાયું છે કે દરેક સ્ટોરીનો અંત પૂર્ણ થાય તે જરૂરી નથી. આ ફિલ્મથી પાર્વતી બોલિવૂડમાં ડેબ્યૂ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *