ઇંગ્લેન્ડના આ યુવાન માટે ‘કેળાં’ જ પ્રાણવાયું

banana

બ્રિસ્ટોલ: ઇંગ્લેન્ડના બ્રિસ્ટોલમાં રહેતો ર૧ વર્ષનો ડેન નેશ નામનો યુવાન આમ તો બહુ જાડિયો પણ નથી અને ખાસ કોઇ બીમારીથી પણ પીડાતો નથી છતાં તેણે અન્ય તમામ ખાદ્યસામગ્રીનો ત્યાગ કરીને માત્ર ફળો પર રહેવાનું નક્કી કર્યુ છે. તે પોતાને ફ્રુટેરિયન ગણાવે છે. તે અઠવાડિયાનાં ૧પ૦ કેળાં ખાઇ જાય છે. આ કેળાં તેના કુલ એનર્જી ઇન્ટેકનો ૮૦ ટકા હિસ્સો ધરાવે છે. સવારે તે ૮ થી ૧ર કેળાંની સ્મુધી બનાવીને પીવે છે. બપોરે બેરી, પેર કે અન્ય ફ્રુટને બીજા ૮ થી ૧ર કેળા સાથે મિકસ કરીને ખાય છે. સાંજે અન્ય ફળો અને શાકભાજી અને અફકોર્સ કેળાનું સલાડ બનાવીને ખાય છે. આ રીતે તે પોતાનો રોજની ૩ હજાર કેલરીનો કવોટા પૂરો કરે છે. બે વર્ષ પહેલાં તે પોતાને થતા ખીલની સમસ્યા ઉકેલવા માટે વીગન બની ગયેલો, જ્યારે હવે તે રો બની ગયો છે. ન્યુટ્રીશ્યનો અને ડોકટરો જો કે નેશના આ ડાયટ-પ્લાન સાથે સહમત નથી અને તે કેટલાંય પોષક તત્વો ગુમાવી રહ્યો છે એવી લાલબત્તી ધરી રહ્યા છે, પરંતુ આવી કોઇ ચેતવણીને ગણકાર્યા વિના નેશ તો દર મહિને ૧૮ કિલોગ્રામ કેળાનાં પાંચ ક્રેટ દર મહિને ખરીદે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *