આ ભાઇમાં ખરેખર હવા ભરાઇ ગઇ

air

નામ છે અલેજેન્ડ્રો રોમોસ માર્ટિનેઝ. ભાઇની તસવીર જૂઓ તો માત્ર શરીરનો ઉપરનો ભાગ જ ફુલેલો છે અને તેનું કારણ છે હવા. ખરેખર અલેજેન્ડ્રોના પેટથી ઉપરના છાતી અને બાવડાના ભાગમાં હવા ભરાઇ ગઇ છે અને એનું કારણ છે તેમનો ડાઇવિંગનો શોખ. ભાઇ દરિયાના ઊંડાણમાં જઇને દરિયાઇ જીવોને પકડી લાવવાનું કામ કરે છે અને એ માટે તેમને અવારનવાર ડાઇવિંગ કરવું પડતું હતું. .
અમે ડાઇવિંગ કરીને સમુદ્રના પેટાળમાં જાઓ તો એ પછી ઉપર આવતી વખતે ચોક્કસ ગતિ મેઇન્ટેન કરવી પડે. ચારેક વર્ષ પહેલાં આ ભાઇ ડાઇવિંગ દરમ્યાન એકસાઇટમેન્ટમાં આવીને ૩૦ મીટર ઊંડા દરિયામાંથી ખૂબ ઝડપથી ઉપર આવી ગયા. આ સમયે સ્નાયુઓની સાથે ચીપકી જાય એવો વાયુના બબલ્સનું નિર્માણ કર્યુ જેને કારણે શરીરના ઉપરના ભાગમાં સ્નાયુઓ ફુલી ગયા હોય એવું લાગે છે.
સમસ્યા એ છે કે હવે તેના લોહીમાંથી નાઇટ્રોજન ઘટાડવાનો કોઇ વિકલ્પ દેખાતો નથી. નાઇટ્રોજનના પરપોટા સ્નાયુઓ સાથે એવા ચીપકી ગયા છે કે માત્ર લોહીની શુધ્ધિથી એ દૂર થાય એમ નથી. આ પ્રકારની સમસ્યા જૂજમાં જૂજ ગણાય છે. અલેજેન્ડ્રો પર પેરુની લોકલ ચેનલે ડોકયુમેન્ટરી ફિલ્મ બનાવી છે. ઇન્ટરનેશનલ સાયન્ટિસ્ટો તેની પર જાતજાતના પ્રયોગ કરી ચૂકયા છે. અત્યાર સુધીમાં તેના શરીરમાંથી લગભગ ૩૦ ટકા નાઇટ્રોજનના પરપોટા દૂર થઇ શકયા છે. કોઇ સર્જરી કામ લાગે એમ નથી, પરંતુ ખાસ પ્રેશર ધરાવતી ચેમ્બરમાં બેસવાના લગભગ બીજા ૧૦૦ સેશન્સ લીધા પછી પણ તે સંપૂર્ણપણે નોર્મલ થશે કે કેમ એ કહી શકાય એમ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *