આ પાકિસ્તાની ટીનેજર ઘુવડની જેમ ૧૮૦ ડિગ્રી પાછળ ગરદન ઘુમાવી શકે છે

boy1b

ઘુવડ પાછળ જોવા માટે માત્ર ગરદન જ ફેરવે છે એમ પાકિસ્તાનના કરાચીમાં રહેતો ૧૪ વર્ષનો મુહમ્મદ સમીર નામનો ટીનેજર પણ ખભાને જરાય હલાવ્યા વિના ગરદનને ૧૮૦ ડિગ્રી ફેરવી શકે છે. ગરદની એકસ્ટ્રા-ઓર્ડિનરી ફ્લેકિસબિલિટીના બળે હોલીવુડની ફિલ્મમાં કામ કરવાનો મોકો જોઇએ છે. સમીરે ભણવાનું છોડી લીધું છે અને તે બોડીની ઇલેસ્ટિસિટી દર્શાવતા પર્ફોર્મન્સ આપીને કમાવા લાગ્યો છે. તસવીરોમાં તેનાં કરતબ અચરજભર્યાં લાગે છે, પણ એની વિડિયો-ક્લિપ ડરામણી હોય છે.
સમીર જ્યારે છ-સાત વર્ષનો હશે ત્યારે હોલીવુડની કોઇ હોરર મૂવીમાં ભૂતને પીઠ ફેરવ્યા વિના પાછળ મોં કરતું જોયું હતું. બસ, ત્યારથી તેને લાગતું હતું કે પોતે આ કરી શકે એમ છે. આમેય તેનું શરીર જબરી ઇલેસ્યિસિટી ધરાવતું હતું, પરંતુ મોંને ૧૮૦ ડિગ્રી ઘુમાવવાની કળા તેણે ખૂબ પ્રેકિટસ કરીને કેળવી છે. છાનેછપને પ્રેક્ટિસ કરીને જ્યારે સમીરે પહેલી વાર તેની મમ્મીને આવું કરતબ કરી બતાવ્યું ત્યારે મમ્મીને એક ઝાપટ ચોડી લીધી હતી અને ફરી કદી આવું ન કરવાની ચીમકી આપી હતી. તેના પિતા સાજિદ ખાનને બે વાર હાર્ટ-એટેક આવી ગયો હોવાથી હવે તેઓ કામ નથી કરી શકતા એટલે સમીરે પણ પોતાની આ કળાને કમાવામાં વાપરવી શરૂ કરી છે અને ડાન્સ-ગ્રુપમાં જોડાઇ ગયો છે. તે એક શો કરીને ૫૦૦થી૮૦૦ રૂપિયા કમાઇ લે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *