આ દબાણમાં દમ છે કેટલો?

aa3

અમેરિકાનો બદલાયેલો મિજાજ અલગથી પૃથકારણ માગે તેવો જણાય છે. અમેરિકાએ પહેલા તો આતંકવાદના ઉછેર-પોષણ માટે પાકિસ્તાનની જબરજસ્ત ટીકા કરી ત્યારબાદ સૈન્ય સહાયતા રોકી પાડવાની વાત પણ કરી. પરંતુ પાકિસ્તાને પણ પ્રતિક્રિયામાં એવું જણાવ્યું કે, એને આ શકિતશાળી દેશની કોઈ પરવા નથી.
અમેરિકાએ પાકિસ્તાનને શું કામ ધમકી આપી? શા માટે આર્થિક સહાયતા રોકવાની ચિમકી અપાઈ? શું છે એની આગળ-પાછળના સંદર્ભો? અમેરિકાએ પાકિસ્તાનને કડક શબ્દોમાં ઠપકો આપ્યો છે તેનાથી વિશ્ર્વ પણ આશ્ર્ચર્યમાં છે, હોવું પણ જોઈએ. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વર્ષના આરંભકાળે જ ટવીટ્માં કહ્યું કે, પાકિસ્તાને પંદર વર્ષોમાં અમને મૂર્ખ જ બનાવ્યા છે.
ગત વર્ષોમાં મહત્વપૂર્ણ રીતે પાકિસ્તાનને ૩૩ અરબ ડોલરની સહાયતા કરી છે પરંતુ એના બદલામાં પાકિસ્તાન તરફથી અમને જુઠ્ઠાણુ મળ્યું છે અને છેતરપિંડી જ પ્રાપ્ત થઈ છે. આ કથન પછી અમેરિકાની તરફથી પાકિસ્તાનને અપાતી ૨૫.૫ કરોડ ડોલરની સૈન્ય સહાયતા પર પણ પ્રતિબંધ મૂકી દીધો છે.
અહીં સવાલ એ થાય છે કે, શું અમેરિકા હવે પાકિસ્તાનની સાથે મિત્રતા નિભાવતા થાકી ગયું છે? કે પછી પાકિસ્તાનની ચીન સાથે વધતી નિકટતા સહન થતી નથી? આ પ્રશ્ર્નોના ઉત્તર જાણતા પહેલા આપણે એ સમજવું જોઈએ કે અમેરિકી રાષ્ટ્રપતિનું વ્યકિતત્વ એવું છે કે, એમના જ દેશમાં ખૂબ ગંભીરતાથી એમને લેવાતા નથી. એમણે ટ્રાન્સ પેસેફિક એગ્રીમેન્ટથી તો કયારેક વિશ્ર્વ વેપાર સંગઠનથી પણ નીકળવાની વાત કરી હતી.
અમેરિકાના ‘અનડન પ્રેસિડેન્ટ’ છે કે, પોતાના પૂર્વવર્તી નેતાએના કામને બદલવાના પ્રયાસોમાં છે. અમેરિકા એક એવો શકિતશાળી દેશ છે જેની નીતિઓમાં એકરૂપતા હોવી જોઈએ. પણ આ દિવસોમાં એવું દેખાઈ રહ્યું નથી. એ તો સારું છે કે, ત્યાંની લોકતાંત્રિક સંસ્થાઓ દ્વારા ઘણી બધી વાતોને નિયંત્રિત કરાય છે.
ટ્રમ્પની તીખી નિવેદનબાજી અને હાલના નિર્ણયો પછી પાકિસ્તાને પણ કડક પ્રતિક્રિયા આપી છે, પાકિસ્તાનની તરફથી કહેવામાં આવ્યું છે કે, અમેરિકાએ પાકિસ્તાન માટે જે પણ કર્યું છે એને અનુદાનનું નામ આપવું જોઈએ નહીં. અમેરિકા પાકિસ્તાનને આતંકની વિરૂધ્ધ લડાઈના નામે જે રાશિ આપે છે, વાસ્તવમાં તે તો સહયોગાત્મક રાશિની માફક છે. એ તો પાકિસ્તાનનો અધિકાર છે જે એને મળવો જોઈએ.
પાકિસ્તાનના વિદેશ મંત્રી ખ્વાજા આસિફે કહ્યું કે, અમેરિકા, અફઘાનિસ્તાનમાં લડાઈ માટે પાકિસ્તાનના સંસાધનોનો ઉપયોગ કરતું રહ્યું છે અને તે એની કિંમત ચૂકવતું આવ્યું છે. એમણે ત્યાં સુધી કહ્યું કે, અમેરિકા દ્વારા પાકિસ્તાનને અપાતી સહાયતા રાશિના સંદર્ભમાં ‘નો મોર’ એટલે કે હવે ‘નહીં’નું કોઈ મહત્વ રહેતું નથી. અમેરિકાની તાનાશાહી અને બકવાસને પાકિસ્તાન હવે સહન કરશે નહીં. વાસ્તવમાં ચીન પાકિસ્તાનનું સદાબહાર મિત્ર છે.
ચીન દુનિયાનું શકિતશાળી રાષ્ટ્રના રૂપમાં ઉભરી રહ્યું છે. અમેરિકા બધુ જ મળીને પોતાની અસફળતાઓનું ઠીકરું પાકિસ્તાનના માથા પર ફોડવા ઈચ્છે છે. ટ્રમ્પનું તાજેતરનું નિવેદન અને અમેરિકાની પાકિસ્તાનને સૈન્ય સહાયતા પર પ્રતિબંધની વાત એક દબાણ બનાવવાની કોશિશનો હિસ્સો છે. હકીકત એ છે કે, અમેરિકા માટે પાકિસ્તાન પરંપરાગત રૂપથી મહત્વપૂર્ણ દેશ રહ્યો છે અને આગળ પણ રહેશે. દીર્ઘકાળમાં આ સમગ્ર વાતોની કોઈ અસર થવાની હતી. જ્યાં સુધી પાકિસ્તાનની નિવેદનબાજીની વાત છે તો એની પ્રતિક્રિયા તો એટલે આવી રહી છે કેમ કે આમ જનતા અમેરિકી રાષ્ટ્રપતિની નિવેદનબાજીના સંદર્ભમાં પાકિસ્તાન સરકારની વિરૂધ્ધ બોલવા લાગી છે.
પાકિસ્તાનમાં સામાજિક સ્તરે એમ કહેવાય છે કે, અમેરિકા, પાકિસ્તાનમાં આવી કંઈપણ કરી જાય છે અને ગમે તે નિવેદન આપે છે પાકિસ્તાન સરકાર આ કેસમાં કોઈ ઠોસ કદમ ઉઠાવતી નથી આ વિરોધને નિયંત્રિત કરવાની દિશામાં પાકિસ્તાન સરકારને પણ અમેરિકાના વિરોધમાં નિવેદનબાજી કરવી પડી છે. જ્યાં સુધી એ વાત છે કે, અમેરિકાની પાકિસ્તાનની વિરૂધ્ધ નિવેદનબાજીમાં ભારતને કયો લાભ મળી શકે છે તે મારું માનવું છે કે, આ તમામ પરિસ્થિતિઓથી ભારતના કુટનીતિકોએ બહુ ખુશ થવાની જરૂર નથી.
જો અમેરિકા, ચીન અને રુસને પોતાના શત્રું અને ભારતને સ્વાભાવિક મિત્ર ગણાવે છે તો એમાં અધિક પ્રસન્ન થવાની કોઈ વાત નથી. ભારતે કોઈ પણ પ્રકારના ભ્રમમાં રહેવાની જરાયે જરૂર નથી. અમેરિકા ઈચ્છે છે કે, તે દક્ષિણ એશિયામાં ચીનને નિયંત્રિત કરે અને એના માટે તે ભારતને પોતાનું મિત્ર ગણાવી, એને આગળ વધારવાની કોશિશમાં છે. પણ ભારત ઈચ્છે છે કે, તે કોઈ ચાલમાં ફસાય નહીં. ભારત ઈચ્છે છે કે, ખુદ પડોશી દેશોની સાથે સંબંધોને સુદ્રઢ કરવામાં ધ્યાન આપે.
ભારતે જ નક્કી કરવાનું છે કે, તેણે દક્ષિણ એશિયાનું સ્વાભાવિક નેતૃત્વ કરનાર દેશના રૂપમાં ઉભરવું જોઈએ, તેના વિશે એવી છાપ ઉપસવી જોઈએ નહીં કે તે એક દાદાગીરી કરનાર દેશ બનવા જઈ રહ્યો છે. અન્ય દેશને એમ ના લાગવું જોઈએ કે તે અમેરિકાના સહયોગમાં નાના દેશોની અવગણના કરી રહ્યું છે.
આપણે એ પણ સમજવું જોઈએ કે નેપાળમાં જે નવી સરકાર આવી છે તે ચીનની તરફ ઝડપથી ઝુકી રહી છે. અને શ્રીલંકાની સાથે સારા સંબંધો બનાવ્યા છે. માલદીવમાં ભારે રોકાણ કર્યું છે. ભારતે આ કામ આગળ વધીને પહેલા પણ કરવું જોઈતું હતું. પાડોશી અને કમસેકમ નાના દેશોની સાથે બરાબરીના વ્યવહારને બાદ કરતા ઉદારતાની સાથે કામ કરવું જોઈએ.
ઉદાહરણ તરીકે ભારત નેપાળને સહયોગ બંધ કરવાની તથા વહીવટી કામોમાં ચક્કાજામની ધમકી આપે છે. એવું થવું જોઈએ નહીં ભારતે જો દીર્ઘકાળમાં મોટી તાકાત બનવું હોય તો ભારતે અમેરિકા પરનો વધુ પડતો વિશ્ર્વાસ છોડવો પડશે.
તે આપણાથી હજારો કિલો મિટરના અંતરે છે, આપણે પડોશીઓની સાથે સંબંધોને ઉમદા બનાવવા પર ધ્યાન આપવું જોઈએ અમેરિકા પાકિસ્તાનને ધમકી આપે તેનાથી આપણે ખુશ થવાની જરૂર નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *