આ તો છોકરી છે કે રોબોટ? લોકો વચ્ચે છેડાઈ જંગ

manb

ટોક્યો: એક ગેમ શોમાં એવી છોકરી આવી જેને જોઈને કહેવું મુશ્કેલ થઈ ગયું કે તે માણસ છે કે રોબોટ. જોકે તેના મેકર્સનું કહેવું છે કે આ એક લાઈફ-લાઈક એન્ડ્રોઈડ રોબોટ છે, પરંતુ જે રીતે આ છોકરી લોકોની તરફ જોઈને હસી રહી છે અને હાથ હલાવી રહી છે તેને જોઈને કોઈપણ હેરાનીમાં પડી જાય. જાપાનના ટોક્યોમાં આયોજિત ગેમશોમાં આ રોબોટની એક નાની વીડિયો ફૂટેજને અત્યાર સુધી ૩૦ લાખથી વધારે હિટ્સ મળી ચૂકી છે. તેને લઈને લોકોમાં ચર્ચાઓ ચાલી રહી છે કે તે રોબોટ છે કે છોકરી. જેવી રીતે આ છોકરીની આંખો પટપટી રહી છે અને તે હસી રહી છે તેને જોઈને કોઈપણ તેને માણસ જ સમજશે. પાછલા ૨૧ વર્ષોથી જાપાનમાં આયોજિત થનારા આ ગેમ શોમાં જાપાન અને બીજા દેશોની ગેમ્સને પ્રદર્શિત કરવામાં આવે છે. આ વર્ષના ગેમ શોમાં આ જીવતી-જાગતી છોકરી લાગતી અદ્ભૂત રોબોટને પ્લેસ્ટેશન ૪ ગેમને પ્રમોટ કરવા માટે લાવવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *