આસિયન સંમેલનમાં રામાયણનું મંથન મનિલામાં પોતાના નામની રાઇસ લેબનું ઉદ્ઘાટન કરતા વડાપ્રધાન

13-1

ફિલિપિન્સમાં પાટનગરમાં આજથી શરુ થયેલા બે દિવસીય ૩૧માં આલિયન શિખર સંમેલનના ઉદઘાટન સમારંભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત દુનિયાના કેટલાય દેશોના નેતા સામેલ થયા હતા. સમારંભનું મુખ્ય આકર્ષણ રામાયણનું મંચના રામાયણના મંથનમાં ભારત તથા અન્ય કેટલાક સભ્ય દેશો સાથે ફિલિપાઈન્સની સાંસ્કૃતિક સામ્ય-કડીને સુંદર રીતે રજૂ કરવામાં આવી હતી. ફિલિપાઈન્સમાં રામાયણને મહારાદિયા લાવના કહે છે, એનો અર્થ રાજા રાવણ થાય છે. ફિલિપાઈન્સનું પ્રસિદ્ધ નૃત્ય સિંગકીલ પણ રામાયણ આધારીત છે, એ ફીલીપાઈન્સના મરાનાઓ સમુદાયનું લોકનૃત્ય છે. ગત વર્ષે પણ લાયોલમાં આસિયાનની અર્ધવાર્ષિક બેઠકમાં રામાયણનું મંથન કરવામાં આવ્યું હતું. મોદીના નામે રાઈસ લેબોરેટરી ઉદઘાટન બાદ મોદીએ મનિલાની ઈન્ટરનેશનલ રાઈસ રિસર્ચ ઈન્સ્ટીટયુટ (આઈઆઈઆરઆઈ)ની મુલાકાત લીધી હતી. તેમણે પોતાના નામેબનેલી રેઝીલિઅન્ટ રાઈસ ફીલ્ડ લેબોરેટરી પણ ખુલ્લી મુકી હતી.
ટ્રમ્પ સાથે ગોલ્ફ રમતા અબે ખાડામાં પડયા
દરમિયાન અમેરિકાની મુલાકાત દરમિયાન જાપાનના વડાપ્રધાન શિન્ઝો ગોલ્ફના મેદાનમાં ખાડામાં પડી ગયા હતા. ફેબ્રુઆરીમાં બન્ને નેતાઓ ગોલ્ફ રમ્યા હતા. એ વખતે જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે ખાડામાં પડી ગયા હતા. આ ઘટનાનો વિડીયો વાઈરલ થયો છે. એમાં ટ્રમ્પ જોવા મળતા નથી, કેમકે તે પોતાના સાથીઓ સાથે આગળ નીકળી ગયા હતા.
૯ વર્ષના બાળકને મળતા મોદી
આસિયન સંમેલનની વ્યસ્તતામાંથી ટાઈમ કાઢી વડાપ્રધાન મોદી નવ વર્ષના બાળકને મળ્યા હતા. કાર્લો માઈજેલ સિલ્પાનો ફિલિપાઈન્સના બુલાકાન પ્રાંતનો વતની છે, અનેહજારો ફિલિપીનોની જેમ તેના પગમાં જયપુર ફુટ (પગ) ફીટ કરેલો છે.તસ્વીરમાં ચિંતીત વડાપ્રધાનને કાર્લો જયપુર ફુટની મદદથી તે કઈ રીતે ચાલતો થયો તે બતાવતો જોવા મળે છે. મનીલામાં મહાવીર ફિલીપાઈન ફાઉન્ડેશન ઈન્કોર્પોરેશન ખાતે મોદી આ ૯ વર્ષના બાળકને મળ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *