આલોકનાથ રીયલ લાઈફમાં દારૂ પીએ છે, મસ્તી-મજાક પણ કરે છે

photo_7

હીટ ટીવી સીરીયલ  ’બુનિયાદ’, ’વો રહને વાલી મહલો કી’, ’બિદાઈ’ જેવા શોમાં કામ કરી ચૂકેલા સંસ્કારી બાબુજી એટલે કે આલોકનાથે તાજેતરમાં જ ૬૧મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો.  ૧૦ જુલાઈ, ૧૯૫૬માં દિલ્હીમાં જન્મેલા આલોક છેલ્લાં ૩૬ વર્ષથી ટીવી તથા બોલિવૂડમાં કામ કરે છે. તેમની ઓળખ ચાહકોમાં ‘સંસ્કારી બાબુજી તરીકે છે. ’મૈને પ્યાર કિયા’માં આલોકનાથે પિતાની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં તે ભાગ્યશ્રીના પિતા બન્યો હતો. આ ફિલ્મના નવ વર્ષ પહેલાં દૂરદર્શનની સીરિયલ ’રિશ્તે નાતે’મા બાબુજીની ભૂમિકા ભજવી હતી. ટીવી સીરિયલ ’દાને અનાર કે’, ’કભી કભી’, ’રિશ્તે’, ’વો રહને વાલી મહલો કી’, ’તુ મેરે અગલ બગલ હૈં’  સહિત વિવિધ સીરિયલ્સમાં કામ કર્યું છે. તો ’મૈંને પ્યાર કિયા’, ’હમ આપકે હૈં કૌન’, ’હમ સાથ સાથ હૈં’, ’વિવાહ’ તથા ’એક વિવાહ એસા ભી’ જેવી ફિલ્મ્સમાં પિતાનો રોલ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *