આર્સનલના ડિફેન્ડર હેક્ટર સાથે સંબંધ પ્રશ્ર્ને ઇશા મૌન

Esha-Gupta-001 copy

બોલિવુડમાં સેક્સ બોમ્બ તરીકે જાણીતી રહેલી અને જુદા જુદા કારણોસર ચર્ચામાં રહેલી ઇશા ગુપ્તાના હવે આર્સનલના ડિફેન્ડર હેક્ટર બેલ્લેરીન સાથે કોઇ સંબંધ છે કે કેમ તેને લઇને ભારે ચર્ચા જોવા મળી રહી છે. જો કે તે આ સંબંધમાં કોઇ ખુલાસો કરવા પણ તૈયાર નથી. જેથી અટકળોનો દોર આગળ વધી રહૃાો છે. ઇશાએ સોશિયલ મિડિયા પર બીજા સેક્સી ફોટા મુકીને નવી ચર્ચા પર જગાવી છે.  તેના ફેવરીટ ખેલાડી અંગે પુછવામાં આવતા ઇશા ગપ્તાએ કહૃાુ હતુ કે તે ફુટબોલની રમતને ખુબ પસંદ કરે છે. તેના ફેવરીટ ખેલાડી ઘણા બધા છે. મેસુટ ઓજિલ, એલેક્સ સાન્ચેઝ અને ઓલિવર ગિરોડ તેના ફેવરીટ ખેલાડી છે. ઇશા ગુપ્તાએ કહૃાુ છે કે તે છેલ્લા ૧૬ વર્ષથી આર્સનલ ક્લબની ચાહક તરીકે રહી છે. તેને એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે આમંત્રણ આપવામાં આવ્યુ હતુ. ઇશા ગુપ્તા હાલમાં કેટલીક ફિલ્મોમાં કામ કરી રહી છે. હાલમાં તે બાદશાહો નામની ફિલ્મમાં નજરે પડી હતી. આ ફિલ્મમાં તેની સાથે ઇમરાન હાસ્મી, અજય દેવગન અને ઇલિયાના ડી ક્રુઝની ભૂમિકા હતી.  એક્શનથી ભરપુર આ ફિલ્મ લોકોને વધારે પસંદ પડી ન હતી. જો કે ઇશા ગુપ્તા નવી ફિલ્મોને લઇને આશાવાદી છે.  ફિલ્મમાં આઇટમ સોંગમાં સની લિયોનને પણ લેવામાં આવી  હતી.  રૂસ્તમ ફિલ્મમાં કામ કર્યા બાદ ઇશા ગુપ્તાની બોલબાલા વધી છે. ઇશાએ રૂસ્તમમાં શાનદાર ભૂમિકા અદા કરી હતી. તેની કેરિયરમાં તેની મુખ્ય જોડી ઇમરાન હાશ્મી સાથે રહી છે. ઇમરાન હાશ્મી સાથે તેની ફિલ્મોને પણ ચાહકોએ પસંદ કરી હતી. ઇશા ગુપ્તા બોલિવુડની ફિલ્મોની સાથે સાથે ફેશન અને મોડિંલગમાં પણ સફળતા મેળવી ચુકી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *