આર્ટસ અને કોમર્સ કોલેજ વડગામમાં શિક્ષક દિન ઉજવાયો

આર્ટસ કોલેજ, વડગામમાં તા.૫ના રોજ શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં ઉજવાતા આ પર્વ નિમિત્તે કોમર્સ વિભાગ અને આર્ટસ વિભાગ દ્વારા સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સક્રિય રહી આયોજન કરેલ આર્ટસ વિભાગમાં કુલ ર૭ વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ. જ્યારે કોમર્સ વિભાગમાં ૧૧ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં પ્રથમ ત્રણ નંબરો આપવામાં આવ્યા હતા. તેમાં આર્ટસ વિભાગમાં પ્રથમ ક્રમે ચૌધરી ગણેશ, દ્વિતીય ક્રમે પરમાર ધીરજ અને તૃતિય ક્રમે ચૌધરી સંકેત આવેલ. આ વિદ્યાર્થીઓને કોલેજના પ્રિ.ડો. એલ. વી. ગોળેના હસ્ત્ો ઈનામ અને સર્ટી આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતા. એક દિવસના પ્રિન્સિપાલની ભૂમિકા ચૌધરી ગણેશે સફળતાપૂર્વક  અદા કરી હતી. ભાગ લીધેલ દરેકને પ્રોત્સાહક ઈનામ સહિતની વ્યવસ્થા કોલેજ તરફથી કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *