આરોપી દરેક સવાલના જવાબમાં વાછૂટ કરતો હોવાથી પોલીસે કંટાળીને પૂછપરછ પડતી મુકી

accusedb

અમેરિકાની કેન્સસ સિટીમાં સીન સાઇકેસ જુનિયર નામના ૨૪ વર્ષના યુવકને પોલીસે ડ્રગ્સની હેરાફેરી અને ગેરકાનૂની હથિયારો રાખવાના ગુનાસર પકડયો હતો. પોલીસે તેની પાસેથી વધુ માહિતી કઢાવવા માટે તેની પૂછપરછ શરૂ કરી હતી. જો કે જયારે ઇન્ટોરોગેશન શરૂ થયું ત્યારે પોલીસ કંઇ પૂછે એટલે તે ખુરશીની એક બાજુએથી સહેજ ઉંચો થઇને લાંબી વાછૂટ કરતો. દરેક વખતે તે નાની-મોટી વાછૂટ કરતો હોવાથી આખરે પોલીસે કંટાળી ગઇ અને એણે પૂછપરછ પડતી મૂકી દીધી. કોર્ટમાં રજૂઆત દરમિયાન પણ પોલીસે લેખિતમાં કોર્ટને કહ્યું હતું કે આરોપી દરેક સવાલના જવાબમાં કંઇ કહેવાને બદલે પાદ કાઢતો રહેતો હતો એટલે પોલીસે કંટાળી પૂછપરછ બંધ કરી દીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *