‘આરંભ’ની કથા દ્વિડ-આર્યો પર આધારિત છે:તનુજા

tanuja

સ્ટાર પ્લસ પર રજુ થનાર નવી ટીવી સીરિયલ ‘આરંભ’માં તનુજા ટીવી પર તેની કારકિર્દી શરૂ કરી રહી છે. તે હાહુમાના પાત્રમાં રજુ થાય છે. તે આ શોને વિશિષ્ટ અને અન્યોથી ભિન્ન ગણાવે છે. તે દ્રવિડો અને આર્યો પર આધારિત છે. દ્રવિડોના શાસનમાં મહિલાઓ શાસક હતી અને પુરુષો મુખ્યત્વે સેનામાં સક્રિય રહેતા હતાં. મહિલાઓ પણ સેનામાં ભાગ લેતી હતી. અને તેઓ નેતા હતી, તેવી વિશિષ્ટ કથા છે.
આ પરિસ્થિતિમાં કઈ રીતે ફેરફાર થયો તે આ સીરિયલમાં રજુ થશે. હાહુમાના પોતાના પાત્ર તરીકે તનુજા મુખરજી કહે છે કે, તે પાત્ર ભવિષ્ય વિષે આર્ષદૃષ્ટિ ધરાવે છે, અને રણનીતિ વિષે સલાહ આપે છે. આ પાત્રને બરાબર સમજવાથી ભૂમિકા ભજવવાનું મારા માટે આસાન બન્યું હતું.
તનુજા વધુમાં કહે છે કે, તે સીરિયલની કથાનો પૂરો અભ્યાસ કરીને તે સીરિયલ અને પોતાની ભૂમિકા સ્વીકારે છે. આ સીરિયલ માટેના શૂટિંગનો તેને અદ્ભૂત અનુભવ થયો છે. તે ફિટનેસને ઘણું મહત્વ આપે છે, અન્ય યોગ્ય વ્યકિતઓને આદર આપવામાં અને હાસ્યમાં માને છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *