‘આધાર’ને ફરજીયાત બનાવવાનું અયોગ્ય

art1

સરકાર જોર-જબર્જસ્તીથી આધાર (યુનિક આઈડેન્ટિફિકેશન નંબર) સંખ્યાક લાદવા માટે હઠાગ્રહી છે. તે દરેક પ્રકારની સરકારી યોજનાઓ અને સેવાઓના લાભ માટે નાગરિકો માટે આધાર નંબરનો ઉપયોગ અનિવાર્ય બનાવી રહેલ છે. તેનું છેલ્લામાં છેલ્લું દૃષ્ટાંત છે માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા બહાર પડાયેલી અધિસૂચના આ દ્વારા બાળકોે માટે સરકારી શાળાઓમાં બપોારનુંભોજન મેળવવા માટે, આધારને અનિવાર્ય કરવામાં આવેલ છે.
વાત આટલાથી પૂરી થતી નથી. આ યોજનાના અમલ સાથે જોડાયેલા રસોયાઓ અને સમગ્ર સ્ટાફ માટે પણ આધાર સંખ્યાની સાથે પોતાનું નામ રજિસ્ટર કરાવવાનું અનિવાર્ય કરવામાં આવ્યું છે. બપોરના ભોજનની યોજના પર આધાર લાદવાનું બાળકોના ભોજનના અધિકારો પર જ હુમલો છે. શાળાઓમાં ભોજન મેળવવા માટે બાળકોના અધિકાર પર કોઈ પણ શરત લાદી શકાય નહીં. આધાર સંખ્યા ન હોય તો કોઈપણ બાળકને ભોજનથી વંચિત કરી શકાય તેમ છે. આમ થાય તે શરમજનક જ ગણાય.
એ વિસ્મયજનક છે કે, સુપ્રીમ કોર્ટ દ્વારા વારંવાર અપાયેલ આ સંબંધી આદેશની ઉધ્ધતાઈથી ઉપેક્ષા કરવામાં આવી રહી છે કે, સરકારી સેવાઓ અને લાભો મેળવવા માટે આધારને અનિવાર્ય બનાવી શકાય નહીં. સુપ્રીમ કોર્ટની પાંચ સભ્યોની સંવિધાન પીઠે. જેની અધ્યક્ષતા, દેશના તત્કાલીન મુખ્ય ન્યાયાધીશ કરી રહ્યા હતાં. તે પીઠે ૧૫ ઓકટોબર ૨૦૧૫ના રોજ પોતાના નિર્ણયમાં જણાવ્યું હતું કે, અમે સંધીય સરકારને આગ્રહ કરીએ છીએ કે તે, ૨૩ સપ્ટે. ૨૦૧૩થી આ અદાલત દ્વારા અપાયેલા સર્વ પાછલા આદેશોનું સખ્તાઈથી પાલન કરે. .અમે એ પણ સ્પષ્ટ કરી રહ્યા છીએ કે આધાર કાર્ડ યોજના એક શુધ્ધ સ્વરૂપની સ્વૈચ્છિક યોજના છે અને તેને ત્યાં સુધી અનિવાર્ય કરી શકાય નહીં. જ્યાં સુધી અદાલત દ્વારા આ મામલામાં કોઈ નિર્ણય લેવામાં આવે.
સુપ્રીમ કોર્ટે વચગાળાના આદેશથી જણાવ્યું હતું કે, સરકાર, જાહેર વિતરણ પધ્ધતિ અને કેરોસીન તથા રસોઈ ગેસ જેવા ઘરેલું ઈંધણોનું વિતરણ છોડીને બીજાકોઈ પણ કામ માટે આધાર સંખ્યાનો ઉપયોગ કરી શકતી નથી મોદી સરકાર આ આદેશનું ઉલ્લંઘન કરી રહી છે. અને તેણે આધારને મનરેગા, પેન્શનોના વિતરણ અને તેણે અન્ય સરકારી યોજનાઓ માટે અનિવાર્ય બનાવેલ છે.
આ શૃંખલામાં તાજેતરનું કદમ રેલ મંત્રાલયનો ફેંસલો કે રેલવેમાં વરિષ્ઠ નાગરિકોને છૂટ આપવા માટે ૧ એપ્રિલ ૨૦૧૭થી આધારને અનિવાર્ય કરવામાં આવશે. રેલ મંત્રાલયે જાહેરાત કરી છે કે, આ નાણાં વર્ષમાં આધાર આધારિત ઓન લાઈન ટિકિટ પ્રણાલી પણ શરૂ કરવામાં આવશે.
મનરેગા માટે બાયોમેટ્રિક ઓળખને અનિવાર્ય કરવામાં આવી તેનું પરિણામ એ આવ્યું કે આંગળી છાપની ઓળખ નિષ્ફળ જતાં અને મજૂરોના દાવાને નકારી કાઢવામાં આવ્યો. વાસ્તવમાં શારીરિક શ્રમિકોના કિસ્સાઓમાં અંગૂઠા અને આંગળીઓની છાપથીપોતાની ઓળખ સાબિત નહીં કરી શકતા. અનેક મજુરો કાયદેસરનું મજુરી વેતન મેળવી શકયા નહીં. વાસ્તવમાં શ્રમિકોના મામલામાં અંગૂઠાઓ આંગળીઓ શ્રમને કારણે ઘસાઈ જવાની સમસ્યા સામાન્ય છે. આ રીતે, મશીનોમાં આંગણીઓની છાપથી તેમની ઓળખ સાબિત નહીં કરી શકતા. અનેક મજૂરો તેમની કાયદેસરની મજૂરીનું વેતન મેળવવામાંથી વંચિત કરવામાં આવ્યા છે.
આવી જ સમસ્યાઓ જાહેર વિતરણ વ્યવસ્થા કાર્ડધારકોને રેશન પૂરું પાડવામાં આવી રહી છે. રાજસ્થાનમાં જ્યાં જાહેર વિતરણ પ્રણાલી માટે આધાર પર આધારિત બાયોમેટ્રિક એાળખની વ્યવસ્થા ગયા વર્ષથી શરૂ કરવામાં આવી હતી. હજારોની સંખ્યામાં એવા કિસ્સાઓ બન્યા છે કે રેશનની દુકાનો પર રખાયેલી ‘પોઈન્ટ ઓફ સેસા મશીનો લાભાથીઓની આંગળીઓની નિશાનીથી ઓળખ કરવામાં નિષ્ફળ ગયેલ છે.’
આ ખરેખર ખૂબ જ દુ:ખદ થશે કે આ યંત્રો બરાબર કામ નહીં કરતાં બાળકોને બપોરના ભોજનથી જ વંચિત રહેવું પડે. આ રીતે આધાર યોજનાને લાદીને લોકોને તેમના હક્કોથી વંચિત કરવામાં આવી રહ્યા છે. જમા કરાયેલ બાયોમેટ્રિક ડેટાનો જે રીતે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, તેને લઈને ગંભીર ચિંતાઓ સર્જાઈ છે. આ ડેટા એકત્ર કરવાનો કોન્ટ્રેકટ જે અમેરિકી કંપનીઓને અપાયો છે, તેમને આ ડેટા સુધી કોઈ રોક-ટોક વિના પહોંચવાની સુવિધા છે. આ કંપનીઓ અમેરિકી જાસૂસી અને સૂરક્ષા એજન્સીએાની સાથે જોડાયેલી છે.
વ્યકિતઓની ડેટાના ખાનગીપણા સંબંધી ચિંતાઓને કારણે સુપ્રીમ કોર્ટની ખંડપીઠે એવી ભલામણ કરી હતી કે, આધાર અને તેની અનિવાર્યતાપૂર્ણ ઉપયોગની બાબતમાં વિચારણા માટે એક વધુ વિસ્તૃત સંવિધાન પીઠની રચના કરવામાં આવે. એ નિર્ણય પછી ૧૬ મહિના વીતી ગયા છે, તેમ છતાં સંવિધાન પીઠ રચવામાં આવી નથી. આ વિલંબનો ફાયદો ઉઠાવીને સરકાર આગળ વધી રહી છે. અને આધારને વાસ્તવમાં અનિવાર્ય કરવામાં આવી રહેલ છે. અહેવાલો પ્રમાણે સરકાર આગામી થોડાં અઠવાડિયામાં વધુ ૫૦ યોજનાઓ માટે આધારને અનિવાર્ય કરવાની તૈયારી કરી રહી છે.
અનેક કલ્યાણકારી યોજનાઓ માટે આધારને અનિવાર્ય બનાવવાના પોતાના ઈરાદાઓની ઓલોચના થતાં, કેન્દ્ર સરકાર તેને અહીં-તહીં કરવાની સહાય લઈ રહી છે. ૭ માર્ચે સરકારે એ નિવેદનમાં જણાવ્યું છે કે, આધાર સંખ્યાના અભાવમાં કોઈને પણ સંબંધક લાભોથી વંચિત નહીં કરાય, અને જ્યાં સુધી આધાર સંખ્યા નહીં અપાય ત્યાં સુધી લાભ મળતા રહેશે. આ રીતે બપોરની યોજના તળે શાળાઓના લાભાર્થી બાળકોની આધાર સંખ્યાઓ એકઠી કરવા માટે જણાવાયું છે અને કોઈ બાળકનો આધાર નંબર ન હોય તો તે માટે શાળાઓના અધિકારીઓએ તે માટે આધાર સંખ્યાની વ્યવસ્થા કરવી પડશે.
આથી શાળા અધિકારીઓ પર બોજો પડશે અને અંતે તેઓ બાળકોના વાલીઓ પર આ માટે દબાણ લાવશે. વાસ્તવમાં આ મુદ્દે અદાલતનો અંતિમ ફેંસલો ન આવે ત્યાં સુધી સરકારી યોજનાઓના લાભો માટે આધારને અનિવાર્ય બનાવવો જોઈએ નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *