આત્મવિશ્ર્વાસથી ભરેલ ટીમ ઇન્ડિયાની નજર સીરીઝ જીતવા પર

dc-Cover-6rae3e5g1c3sflpprgljhsdgg4-2017080119185

વિરાટ કોહલીની ટીમ ઇન્ડિયાનું મનોબળ હાલના સમયે સાતમા આસમાન પર છે સતત જીતની સાથે ઉત્સાહથી ભરેલ ભારતીય ટીમ આવતીકાલે મંગળવારે અહીં ઓસ્ટ્રેલિયાની વિરૂધ્ધ યોજાનાર બીજી આંતરરાષ્ટ્રીય  ટી  ટવેન્ટી મેચ દ્વારા સીરીજ  પોતાના  નામ પર કરવાના  ઇરાદે  ઉતરશે.  હજુ સુધી ભારત  અને  ઓસ્ટ્રેલિયાની વચ્ચે સીમિત  ઓવરોનની  સીરીજ એક તરફથી  રહી છે. વનડે શ્રેણીમાં વિરાટ કહોલી એન્ડ  કંપનીે ૪-૧થી  જીત  હાંસલ કરી  હતી જયારે રાંચીમાં  વરસાદથી   અવરોધાયેલી પહેલી ટી  ટવેન્ટી  મેચમાં  ભારતને નવ વિકેટથી જીત હાંસલ કરી સીરીજમાં ૧-૦થી સરસાઇ બનાવી લીધી છે.

ભારતે અત્યાર સુધી ઓસ્ટ્રેલિયાની વિરૂધ્ધ ૧૪ ટી મેચોમાંથી ૧૦   જીતી છે જેમાં સાત સતત જીતી  છે. ભારત ર૮ સપ્ટેમ્બર ર૦૧ર બાદ ઓસ્ટ્રેલિયાથી  એક  પણ  ટી  ટવેન્ટી મેચ હારી નથી ઓસ્ટ્રેલિયાના મોટાભાગના   બેટસમેનોએ અહીં આઇપીએલ   રમે  છે  અને સ્થિતિથી ખુબ વાકેફ છે પરંતુ ત્યારબાદ પણ નિષ્ફળ રહૃાાં છે.

ઓસ્ટ્રેલિયાઇ બેટસમેન વાર્નર ફિચ અને સ્મિથ જેવા બેટસમેનો પણ  ભારતીય બોલરોની સામે ટકી  શકયા નથી. સ્મિથ ઇજાને  કારણે  સીરીજમાંથી બહાર થઇ  ગયો છે આથી ભારતીય સ્પિનના પડકારનો સામનો કરવો ઓસ્ટ્રેલિયા માટે સરળ રહેશે નહીં. મેકસવેલનું ખરાબ ફોર્મ ટીમ માટે ચિંતાનો વિષય છે.

સુકાની ડેવિડ વોર્નરે કહ્યું હતું કે અમે બીજી ટી ટવેન્ટી મેચ  જીતવા  માટે ભરપુર પ્રયાસ કરીશું તેમણે  કહ્યું  કે ભારતીય ટીમ હાલમાં ફોર્મમાં છે. તેને પરાજીત કરવી અમારા  માટે પડકારજનક છે પરંતુ અમે આ  મેચ જીતીને શ્રેણી જીવીત રાખવાનો પ્રયાસ કરીશું

શહેરમાં સાત વર્ષ બાદ  પહેલીવાર આંતરરાષ્ટ્રીય મેચ થવા જઇ રહી છે.અહીં અંતિમ આંતરરાષ્ટ્રીય મેચ ર૮ નવેમ્બર ર૦૧૦ના રોજ થઇ ગતી જયારે ભારતે ન્યુઝીલેન્ડને વનડેમાં ૪૦ રને પરાજય આપ્યો હતો.

બારપસાપારા સ્ટેડિયમ પર મેચ થનાર છે જેની ક્ષમતા ૩૭૦૦૦ છે મેચની ટીકીટો  પહેલા જ વેચાઇ ગઇ છે અને હજુ પણ તેની માંગ છે. મેચ પહેલા મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ સ્ટેડિયમનું ઔપચારિક ઉદ્ધાટન કરશે જેમાં રાજયપાલ જગદીશ મુખી સહિત અનેક અગ્રણીઓ પણ હાજર રહેશેભારતીય ટીમ આ પ્રમાણે છે. વિરાટ કોહલી સુકાની,શિખર ધવન,રોહિત શર્મા મનીષ પાંડે એમ એસ ધોની,કેદાર જાધવ હાર્દિૃર પંડયા ભુવનેશ્ર્વેરકુમાર, બુમરાહ, કુલદીપ યાદવ,યુજવેંદ્ર ચહલ, આશીષ નહેરા દિનેશ કાર્તિક કેએલ રાહુલ અક્ષર પટેલ

ઓસ્ટ્રેલિયાની ટીમ ડેવિડ વાર્નર સુકાની એરોન ફિંચ ટ્રેવિસ હેડ મોઇસેસ હેનરિકસ ગ્લેન મેકસવેલ ટિમ પેન કેન રિચર્ડસન એડમ જામ્પા સ્ટોઇનિસ ટાયે બેંહરેંડોર્ફ ક્રિસટિયન કુલ્ટર નાઇલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *