આણંદના મોગરી ગામે બે જૂથ વચ્ચે અથડામણ : ૭ને ઈજા

આણંદ પાસે મોગરી ગામે ગત રાત્રિના ૧૦ વાગ્યાના સુમારે યુવતીની છેડતી બાબતે પટેલો અને દરબારો વચ્ચે જૂથ અથડામણ થઈ હતી. બંન્ન્ો જૂથો ઘાતક હથિયારો સાથે સામસામે આવી ગયા હતા અને એકબીજા ઉપર ભારે પથ્થરમારો કર્યો હતો. વાહનોની પણ તોડફોડ કરી હતી. આ અથડામણમાં બંન્ને જૂથના ૭થી વધુ જણાને નાની-મોટી ઈજાઓ થઈ હતી. અને એકની સ્થિતિ ગંભીર હોવાનું જણાય છે. આ ઘટનાની જાણ વલ્લભવિદ્યાનગર પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે દોડી જઈ મામલો કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. પણ મામલો કાબૂમાં ન આવે તેમ લાગતા તેઓએ જિલ્લા કંટ્રોલને જાણ કરી હતી અને વદારાનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઈ મામલાને કાબૂમાં લીધો હતો.

આ ઘટનાની જાણ થતાં જિલ્લા પોલીસ વડા સૌરભસીંઘ, ડીવાયએસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ ગટના સ્થળે પહોંચી ગયા હતા. ગામમાં અજંપા ભરી પરિસ્થિતિને લઈને પોલીસે સઘન બંદોબસ્ત ગોઠવી દીધો હતો. આ બનાવ અંગે પોલીસે બંને જૂથોની સામસામે ફરિયાદોને આધારે ૧૧ આરોપીઓ અને ટોળાં વિરુદ્ધ રાયોિંટગનો ગુનો નોંધ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *