આઠ મહાનગરપાલિકાઓમાં ક્ધવેન્શન સેન્ટર બનાવવા ૨૫ હજાર ચો.મી. સુધીની જમીન ૯૯ વર્ષની લીઝથી રૂા.૧ના ટોકન ભાડે ફાળવાશે

l3

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યની આઠ મહાનગરપાલિકાઓને ક્ધવેન્શન સેન્ટર બનાવવા માટે પ્રત્યેક મહાનગરપાલિકાને ૨૫ હજાર ચોરસ મીટર જમીનની મર્યાદામાં પ્રતિવર્ષ રૂા.૧ના ટોકન ભાડે ૯૯ વર્ષના ભાડા પટ્ટે જમીન ફાળવવાનો નિર્ણય કર્યો છે.
ભાડા પટ્ટેથી આપવામાં આવેલી જમીનની માલિકી સરકારની રહેશે. કોઈપણ શરતના ભંગના કિસ્સામાં ભાડાપટ્ટે આપેલ જમીનનો ભાડાપટ્ટો રદ કરીને વિના વળતરે સરકારી જમીન પરત લઈ શકશે.
મહાનગરપાલિકાઓએ આવી જમીન પર ઓછામાં ઓછી પાંચ હજાર બેઠક સંખ્યાનું ક્ધવેન્શન સેન્ટર પાણી, શૌચાલય, પાર્કીગ, આંતરિક રસ્તા, રિફ્રેશમેન્ટ અને પ્લાન્ટેશન વગેરે સુવિધાઓ સાથે નિર્માણ કરવાનું રહેશે.
રાજ્યની આઠ મહાનગરપાલિકા વિસ્તારોમાં પાંચ હજાર કે તેથી વધુ વ્યકિતઓના સમૂહ માટેની એક સાથે ઈવેન્ટ કરી શકાય તેવા પોતાના હસ્તકના ક્ધવેશન સેન્ટર ઉપલબ્ધ નથી એટલું જ નહિ આવા ક્ધવેન્શન સેન્ટર માટે મહાનગરપાલિકા વિસ્તારમાં યોગ્ય જમીન પણ ઉપલબ્ધ થતી નથી.
મહાનગરોમાં સામુહિક કાર્યક્રમો ઉપરાંત વિવિધ સમાજો, એનજીઓ વગેરે માટે નાના-મોટા કાર્યક્રમો માટે ક્ધવેન્શન સેન્ટરની સુવિધા ઉભી કરવાની જરૂરિયાતને ધ્યાને લઈને રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે.
ગુજરાત સરકારના મહેસૂલ વિભાગે આ અંગે જારી કરેલા ઠરાવમાં જણાવાયું છે કે, આવા ક્ધવેન્શન સેન્ટર માટે જમીન જે તે શહેરના જીડીસીઆર મુજબ ફાળવવાની રહેશે. સરકારી પડતર જમીનની ઉપલબ્ધતા તથા જરૂરિયાત ધ્યાને લઈને મહત્તમ ૨૫ હજાર ચો.મીટર જમીનની મર્યાદામાં રૂા.૧ પ્રતિવર્ષના ટોકન ભાડે ૯૯ વર્ષના ભાડા પટ્ટે જમીન ફાળવવાની રહેશે.
મહાનગરપાલિકા પાસે પોતાની માલિકીની સરકારી પડતર જમીન ઉપલબ્ધ હોય તો તેનો પ્રથમ ઉપયોગ કરવાના રહેશે. એટલું જ નહિ. સેન્ટરના મકાનનું બાંધકામ, મરામત અને જાળવણી તેમજ અન્ય આનુષાંગિક બાંધકામ મહાપાલિકાઓએ પોતાના ફંડમાંથી કરવાની રહેશે.
આ ઠરાવમાં એમ પણ જણાવાયું છે કે, સરકાર દ્વારા ફાળવવામાં આવેલી સરકારી જમીન ઉપર પહેલો હક્ક સરકારનો રહેશે અને સરકારી કાર્યક્રમ માટે અગ્રીમતાના ધોરણે ક્ધવેશન સેન્ટર વિનામૂલ્યે ફાળવવાનું રહેશે.
ક્ધવેન્શન સેન્ટર જાહેર જનતાના લાભાર્થે કોઈ નિયત ભાડું ઠરાવીને સૌના માટે જ્ઞાતિ કે ધર્મના ભેદભાવ વિના દરેક માટે સમાન ધોરણે ખુલ્લું રાખવાનું રહેશે. આ અંગેના નિયમો જે તે મહાનગરપાલિકાઓએ બનાવવાના રહેશે, તેમ પણ આ ઠરાવમાં જણાવાયું છે.
મહાનગરપાલિકાઓ ક્ધવેન્શન સેન્ટર માટેની જમીન કોઈ સંસ્થાને ડેવલપ કરવા કે પેટા ભાડે નહિ આપી શકે પરંતુ આવું સેન્ટર વિકસાવવા જોઈન્ટ વેન્ચર કે સ્પેશ્યલ પરપઝ વ્હીકલ એસ.પી.વી.માં આ જમીનને બજાર કિંમત-માર્કેટ પ્રાઈઝથી મહાનગરપાલિકાની મૂડી પેટે આપી શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *