આજે બજાર ફરીથી ધરાશાયી:સેંસેક્સ ૪૦૭ પોઇન્ટ ઘટીને બંધ શેરબજારમાં મિનિટોમાં ર.ર૪ લાખ કરોડ ડુબ્યા

sensex-down-300x180

શેરબજાર આજે અમેરિકી બજારમાં આવેલા ચાર ટકાના ઘટાડા વચ્ચે ફરી એકવાર ધરાશાયી થતાં ખળભળાટ મચી ગયો હતો. સવારે ઘટાડા સાથે ખુલ્યા બાદ છેલ્લે સુધી શેરબજારમાં અફડાતફડી રહી હતી. અલબત્ત સત્રના છેલ્લા કલાકોમાં આંશિક સુધારો થયો હતો. આજે કારોબારના અંતે સેંસેક્સ ૪૦૭ પોઇન્ટ ઘટીને ૩૪૦૦૬ની સપાટીએ રહૃાો હતો જ્યારે નિટી ૫૦ ઇન્ડેક્સ ૧ર૧ પોઇન્ટ ઘટીને  ૧૦૪૫૪ની સપાટીએ રહૃાો હતો. મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં પણ નજીવો ઘટાડો રહૃાો હતો. નિટી ૫૦ પેક પર યશ બેંક, ટેક મહિન્દ્રાના શેરમાં બે ટકાથી વધુનો ઘટાડો રહૃાો હતો. ભારતીય સ્ટેટ બેંક, ઇન્ફોસીસ, એચડીએફસી,  ઇન્ડિયા બુલ્સ, ભારતીય ઇન્ફ્રા ટેલના શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. બીજી તરફ એચસીએલ ટેક અને સિપ્લાના શેરમાં બે ટકાથી વધુનો ઘટાડો રહૃાો હતો. જુદા જુદા સેક્ટરોમાં અફડાતફડી રહી હતી. નિટી પ્રાઇવેટ બેંક ઇન્ડેક્સમાં સૌથી વધારે અસર રહી હતી. કુલ ૧૪ શેર પોતાના બાવન સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યા હતા જેમાં ધનલક્ષ્મી બેંક, ગ્લેનમાર્ક ફાર્મા, મેક્સ ઇન્ડિયાનો સમાવેશ થાય છે. નિટી ૫૦ ઇન્ડેક્સમાં ૧ર શેરમાં તેજી અને ૩૮ શેરમાં મંદી રહી હતી જ્યારે બીએસઈમાં ૧૪ર૮ શેરમાં મજબૂતિ અને ૧૩૪૮ શેરમાં નબળાઈ જોવા મળી હતી. હાલમાં સાતમી ફેબ્રુઆરીના દિવસે આરબીઆઈની નાણાંકીય નીતિ સમીક્ષાના પરિણામ અને નિર્ણયની જાહેરાત કરવામાં આવ હતી. જેમાં ધારણા પ્રમાણે જ ટૂંકાગાળાના ધિરાણદર અથવા તો રેપોરેટને યથાવત છ ટકા જાળવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલના નેતૃત્વમાં મોનિટરી પોલિસી કમિટિએ રિવર્સ રેપોરેટ,બેંક રેટ, સીઆરઆરને યથાવત રાખવાનો નિર્ણય કર્યો હતો. એમએસએફ અને બેંક રેટ પણ ૬.ર૫ ટકાના દરે યથાવત રાખવામાં આવ્યો હતો. મોંઘવારી વધવાના છ કારણ પણ દર્શાવવામાં આવ્યા હતા. તમામ ચાવીરુપ રેટ યથાવત રાખવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *