આજથી ત્રણ દિવસીય કલા પ્રદર્શન યોજાશે

રૂટ ઓફ આર્ટ દ્વારા આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં, ચિત્રકલા, શિલ્પ કલા અને ફોટોગ્રાફીનો સમાવેશ થયેલ છે. ચિત્રકારો આશિષ કટારિયા અને ડો. હેમંત પંડ્યા, શિલ્પકારો હિના પટેલ અને કમલ મિસ્ત્રી ફોટોગ્રાફર ગૌરાંગ આનંદ અને દેવલ જયસ્વાલની કલા પ્રદર્શીત કરવામાં આવી છે.
રૂટ ઓફ આર્ટના માલિક તુષાર મોદીએ કલાને અને કલાકારને યોગ્ય પ્લેટફોર્મ મળી રહે તે માટે તેમણે રૂટ ઓફ આર્ટની શરૂઆત કરી છે. આ પ્રદર્શન આવતીકાલ તા.૨૧,૨૨ અને ૨૩ એપ્રિલ દરમિયાન ૧૨ થી ૮ સુધી લો- ગાર્ડન સ્થિત શ્રી રવિશંકર રાવળ કલાભવન ખાતે યોજાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *