આજથી કેન્ડી ખાતે ટેસ્ટ મેચને લઇને ઉત્સુકતા ભારત-શ્રીલંકા વચ્ચે ત્રીજી ક્રિકેટ ટેસ્ટને લઇને રોમાંચ

Pallekele_International_Cricket_Stadium_2

ભારત અને શ્રીલંકા વચ્ચે આવતીકાલથી કેન્ડીના પાલ્લેકલ મેદાન ખાતે ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચ શરૂ થઇ રહી છે. વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ ૩-૦થી શ્રેણી જીતી લેવા માટે ઉત્સુક દેખાઇ રહી છે. રવિન્દ્ર જાડેજાના તરખાટની મદદથી કોલંબોના સિંઘાલી સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં પણ યજમાન શ્રીલંકા ઉપર એક ઇિંનગ્સ અને ૫૩ રને ભારતે જીત મેળવી હતી. આની સાથે જ ભારતે ત્રણ ટેસ્ટ મેચોની શ્રેણી ર-૦થી જીતી લીધી હતી.  દુનિયાની નંબર વન ટીમ ભારતે સતત આઠમી શ્રેણી જીતી છે. ર૦૧૪-૧૫માં ઓસ્ટ્રેલિયાની જમીન પર ચાર ટેસ્ટ મેચોની શ્રેણીમાં ર-૦થી શ્રેણી ગુમાવી દીધા બાદથી ટીમ ઇન્ડિયાએ કોઇપણ ટેસ્ટ શ્રેણી ગુમાવી નથી. વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતે પોતાની અપરાજીત ઝુંબેશ જારી રાખી છે. રવિન્દ્ર જાડેજાએ નવમી વખત પાંચ અથવા તેનાથી વધુ વિકેટ ઝડપી હતી. જાડેજાએ ૧૫ર રન આપીને પાંચ વિકેટ ઝડપીને આ ટેસ્ટ મેચ ભારતને જીતાડવામાં ચાવીરુપ ભૂમિકા ભજવી હતી. યજમાન ટીમ જાડેજા સામે મેદાન પર ટકી શકી ન હતી અને પોતાની છેલ્લી છ વિકેટ માત્ર ૭૬ રનમાં ગુમાવી દીધી હતી. ફોલોઓન થયા બાદ મેદાનમાં ઉતરેલી શ્રીલંકાની ટીમ તેના બીજા દાવમાં ૧૧૬.૫ ઓવરમાં ૩૮૬ રન બનાવીને ઓલઆઉટ થઇ ગઇ હતી. કરૂણારત્ન્ોએ મેન્ડીસ ૧૧૦ સાથે મળીન બીજી વિકેટની ભાગીદારીમાં ૧૯૧ રન ઉમેર્યા હતા. બીજી ટેસ્ટ મેચ બાદ શ્રીલંકાની ટીમ હવે ઘરઆંગણે પ્રતિષ્ઠા બચાવવા માટે મેદાનમાં ઉતરનાર છે. અત્રે નોંધનીય છે કે, ગોલના મેદાન ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતે યજમાન શ્રીલંકા પર ૩૦૪ રને ભવ્ય જીત મેળવી હતી. આની સાથે જ ટેસ્ટ શ્રેણીમાં ૧-૦ની મહત્વપૂર્ણ લીડ પણ મેળવી લીધી હતી. મેચના  ચોથા દિવસે જ ભારતે આ ટેસ્ટ પોતાના નામ પર કરી હતી. શ્રીલંકાની ટીમ તેના બીજા દાવમાં માત્ર ર૪૫ રન કરીને ઓલઆઉટ થઇ ગઇ હતી. ઇજાના કારણે બે બેટ્સમેન બેટિંગ કરવા માટે મેદાનમાં આવી શક્યા ન હતા. જેથી ભારતને વિજેતા જાહેર કરી દેવાતા કરોડો ચાહકોમાં ખુશીનુ મોજુ ફરી વળ્યુ હતુ.આ શ્રેણીમાં ત્રણ ટેસ્ટ મેચ, પાંચ વનડે મેચો અને એક ટ્વેન્ટી મેચ રમાનાર છે.  ભારતીય ટીમમાં સ્ટાર ખેલાડી શાનાદાર દેખાવ કરવા માટે તૈયાર દેખાઇ રહૃાા છે.પ્રથમ ટેસ્ટમાં જ ભારત તરફથી ત્રણ ખેલાડીઓ સદી કરી હતી. જેમાં શિખર ધવન, ચેતેશ્વર પુજારા અને વિરાટ કોહલીનો સમાવેશ થાય છે.  બીજી ટેસ્ટમાં પણ ભારત તરફી ચેતેશ્વર પુજારાએ સદી કરી હતી. રહણેએ પણ સદી કરી હતી.   ત્રીજી ટેસ્ટ પર તમામની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. બન્ને ટીમો વચ્ચે અનેક યાદો રહેલી છે. જે ચાહકો હજુ પણ ભુલ્યા નથી. ઓપિંનગને લઇને તકલીફ જોવા મળી રહી છે.  અભિનવ મુકુંદ અને શિખર ધવન ટીમમાં અન્ય બે ઓપિંનગ બેટ્સમેન છે.     વર્ષ ર૦૧૫ પહેલા વર્ષે ર૦૧૦માં રમાયેલી ટેસ્ટ શ્રેણી ૧-૧થી ડ્રોમાં રહી હતી. આ શ્રેણીમાં મુરલીધરણે ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં ૮૦૦ વિકેટની સિદ્ધી હાંસલ કરી હતી. તેની આ ફેરવેલ ટેસ્ટ મેચ પણ હતી. શ્રીલંકાએ આ ટેસ્ટ મેચમાં ભારત  પર જીત મેળવી હતી.ત્યારબાદ અંતિમ ટેસ્ટમાં ભારતે જોરદાર દેખાવ કર્યો હતો. ચાહકો મેચને લઇને ભારે ઉત્સુક છે.  ભારત અને શ્રીલંકાની ટીમ નીચે મુજબ છે.

કોહલી (કેપ્ટન), શિખર ધવન, કેએલ રાહુલ, ચેતેશ્વર પુજારા, રહાણે, રોહિત શર્મા, અશ્ર્વીન, રવિન્દ્ર જાડેજા, સહા, ઇશાંત શર્મા, ઉમેશ યાદવ, હાર્દિૃક પંડયા, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શામી, કુલદીપ યાદવ, અભિનવ મુંકુદ

દિનેશ ચાંડીમલ (કેપ્ટન), મેથ્યુસ, ઉપુલ થારંગા, કરૂણારત્ન્ો, ડિકવિલ્લા, કુશાલ મેન્ડિસ, ડીસિલ્વા, ગુનાથિલકા, લહિરુ કુમારા, ફર્નાન્ડો, નુવાન રંગાના હેરાત, પરેરા, માલિન્દૃા પુષ્પાકુમારા, સંદાકન લહિરુ થિરીમાને.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *