આંધ્રપ્રદેશના તિરુમાલા સ્થિત તિરુપતિ મંદિરમાંથી હટાવાશે બિન-હિન્દૃુ કર્મચારીઓ

tirupati

આંધ્રપ્રદેશના તિરુમાલા સ્થિત ભગવાન વેંકટેશ્વરના તિરુપતિ બાલાજી મંદિરમાં બિન-હિન્દૃુ કર્મચારીઓની નિયુક્તિ મામલે હવે રાજ્ય સરકારે બંધ કરવાનો આદેશ આપ્યો છે. રાજ્ય સરકારે મંદિરમા તૈનાત ૪૪ બિન-હિન્દૃુ કર્મચારીઓને અન્ય વિભાગોમાં નોકરી આપવાની વાત કહીને મામલાને શાંત કરવાનો પ્રયાસ કર્યો છે.

મંદિરમાં બિનહિન્દૃુ કર્મચારીને દૂર કરવા રાજ્ય સરકારે બારપૂર્વક જણાવ્યું છે હતું કે તિરુપતિ બાલાજી મંદિરમાં કામ પર માત્ર હિન્દૃુઓને જ રાખવાનો નિયમ હતો. અહી બિનહિન્દૃુઓને નોકરી પર રાખવામાં નથી આવતા. પરંતુ એક વીડિયો વાઈરલ થયો હતો, જેમા અહી તૈનાત એક મહિલા કર્મચારીને સ્થાનિક ચર્ચમાં પ્રાર્થના કરતા બતાવવામાં આવ્યો હતો. આ મહિલાની ઓળખ તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમના ડેપ્યુટી એક્ઝિક્યુટિવ અધિકારી સ્નેહલતાના રૂપમાં થઈ હતી. સ્નેહ લતા પર આરોપ છે કે, તે દર રવિવારે મંદિરની કારથી ચર્ચ જતી હતી. આ મામલે મેનેજમેન્ટ સમિતિ તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમે તપાસ શરૂ કરી હતી, તો માલૂમ પડ્યું કે, મંદિરમાં એક-બે નહિ, પરંતુ ૪૪ બિન-હિન્દૃુ કર્મચારીઓ તૈનાત છે. તપાસમા સામે આવ્યુ કે, આરોપી મહિલાની નિયુક્તિ ૧૯૮૬કરાઈ હતી. જોકે, તપાસ રિપોર્ટમાં સામે આવ્યું કે, તે સમયે મંદિરમાં બિન-હિન્દૃુઓ નોકરી પર રાખવાની મનાઈ ન હતી અને આ નિયુક્તિઓ આરક્ષણનો નિયમ લાગુ કરતા જ થઈ હતી. ૧૯૮૮માં બિનહિન્દૃુઓને નોકરી પર ન રાખવાનો નિયમ સામે આવ્યો હતો. વીડિયો વાઈરલ થવા પર વિશ્વ હિન્દૃુ પરિષદ સહિત અન્ય હિન્દૃુ સંગઠનોએ આ મુદ્દો ઉઠાવ્યો હતો અને મંદિર સમિતિથી માંગ કરી હતી કે, બિન-હિન્દૃુ કર્મચારીઓને તરત મંદિરમાંથી કાઢવામાં આવે.ર૦૦૭મા આંધ્રપ્રદેશ સરકારે નિર્દેશ જાહેર કર્યા હતા કે, વેંકટેશ્વર ભગવાનની ધરતી તિરુમાલા હિન્દૃુ શ્રદ્ધાળુઓની જ રહેશે. બીજા ધર્મના લોકો માટે અહી પ્રચાર-પ્રસાર નિષેધ રહેશે. સરકારે મંદિર અને તેની સાથેજોડાયેલા શિક્ષણ સંસ્થાનોમા બિન-હિન્દૃુઓની નિયુક્તિ ન કરવાનો આદેશ આપ્યો હતો. આ વખતે નવા વર્ષના પ્રસંગે રાજ્ય સરકારે પણ મંદિરોમાં નવા વર્ષનું ઉજવણી મનાવવા પર રોક લગાવી હતી. સરકારના વિધિ વિભાગ દ્વારા કહેવામાં આવ્યુ હતું કે, નવા વર્ષનું ઉજવણી હિન્દૃુ સંસ્કૃતિની વિરુદ્ધમાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *