અરવલ્લી જિલ્લામાં માઝૂમ ડેમમાંથી કમાન્ડ વિસ્તારની કેનાલમાં પાણી છોડાતા ખેડૂતો આનંદિત

અરવલ્લી જિલ્લામાં છલકાયેલા માઝૂમ ડેમ, વાત્રક ડેમ અને વેડી જળાશયમાંથી ખેડૂતોને જરૂરી સિંચાઈ સુવિધા પૂરી પડાય તેવો નિર્ણય સિંચાઈ વિભાગ દ્વારા કરાયો છે ત્યારે માઝૂમ જળાશયના કમાન્ડ વિસ્તાર હેઠળના વાવેતર માટે કેનાલમાં પાણી છોડાતા ખેડૂતોમાં રાહત વર્તાઈ હતી.

ગત વર્ષે સારા વરસાદના કારણે માઝુમ ડેમ છલકાયો છે તે માઝૂમ ડેમમાંથી એપ્રિલ માસના પ્રારંભમાં પ્રથમ પાણી અપાયા બાદ ખેડૂતોની માંગ મુજબ માઝુમ ડેમની કેનાલમા બીજીવારનું પાણી આપવામાં આવ્યું છે. એપ્રિલ માસના ત્રીજા અઠવાડિયે અપાયેલ સિંચાઈ માટેના પાણી કમાન્ડ વિસ્તારના ૫૦૦ હેક્ટર વાવણીને જરૂરી સિંચાઈ સુવિધા મળી રહેશે. જ્યારે આગામી દિવસોમાં વધુ ત્રણ પાણી આપવામાં આવનાર હોવાનું વિભાગની યાદીમાં જણાવાયું હતું.

માઝુમ જળાશયમાં પાણીનો પૂરતો જથ્થો હોઈ આ માઝુમ ડેમમાંથી પીવાના પાણીનો જથ્થો મેળવતી નગરપાલિકા મોડાસાને જરૂરી પાણીનો જથ્થો પહોંચાડાશે જેથી મોડાસા નગરજનોને આ વર્ષે પીવાના પાણીની કોઈ મુશ્કેલી કે પરેશાની વેઠવી નહીં પડે તેવા સંજોગો સર્જાયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *