અરવલ્લી જિલ્લામાં આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરાઈ

આજના ૯મી ઓગસ્ટના ગુરુવારના દિને વિશ્વભરમાં આદિવાસી દિવસની ઉજવણી થઈ રહી છે. તેમાં સંસ્કૃતિ અને પ્રકૃતિ પ્રેમના સત્વને વરેલા અરવલ્લી જિલ્લામાં આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી થઈ રહી છે. અરવલ્લી જિલ્લા પંચાયત મારફતે મેઘરજ અને ભિલોડામાં આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસની ઉજવણીથી જિલ્લાવાસીઓમાં ભારે ઉત્સાહ વર્તાઈ રહૃાો છે. જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં પ્રભાતફેરી યોજાઈ હતી. વક્ત્ાૃત્વ સ્પર્ધા, નિદાન કેમ્પ અને સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતુ પરંતુ આદિવાસી દિવસની ઉજવણીમાં રાજ્ય સરકારના મોળા પ્રતિસાદથી આદિવાસી સમાજમાં હતાશા વ્યાપી છે.

સાબરકાંઠા જિલ્લામાં વિશ્વ આદિવાસી દિન નિમિત્તે જિલ્લાના ખેડબ્રહ્મા, વિજયનગર અને પોશીનામા ઉજવણી થઈ હતી અને શાળાઓમાં રજા જાહેર કરાઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *