અયોધ્યાના રામ મંદિર કેસમાં કોંગ્રેસ વલણ સ્પષ્ટ કરે:અમિત શાહ

DQSHAcHVAAADNiG

આજે રામ જન્મભૂમિ પર સુપ્રિમ કોર્ટ તેનો ફેંસલો સંભળાવવાની હતી. કેસને લઈને સુપ્રિમ કોર્ટે ૩ જજની બેચ પણ જાહેર કરી દીધી હતી. પરંતુ સુન્ની વકફ બોર્ડે વકીલ કપિલ સિબ્બલ મારફત કેસની સુનાવણીને જુલાઈ-ર૦૧૯ સુધી સ્થગિત કરવાની માંગ કરી હતી. જેને લઈને સુનાવણીને ટાળી દેવામાં આવી હતી. તેના પગલે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કોંગ્રેસ પર આક્ષેપ કર્યો હતો અને ફેંસલો રોકવા પાછળ કોંગ્રેસ હોવાનું જણાવ્યું હતું અને કોંગ્રેસને પોતાનું વલણ સ્પષ્ટ કરવા પત્રકાર પરિષદ યોજીને માંગ કરી હતી.

અમિત શાહે કહ્યું હતું કે, આજે દેશની સર્વોચ્ચ અદાલતમાં અયોધ્યા રામમંદિરની સુનવણી શરૂ થઈ હતી. દેશના લોકો પણ ઈચ્છે કે કેસની સુનાવણી જલદી પૂર્ણ થાય. સર્વોચ્ચ ન્યાયાલયનો ફેંસલો રામ જન્મભૂમિ માટે જેટલો થઈ શકે એટલો ઝડપી થાય. દેશ અને દુનિયા સામે ફેંસલો આવે. પરંતુ સર્વોચ્ચ અદાલત સામે એક દલીલ કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલ અને ઓલ ઈન્ડિયા સુન્ની વકફ બોર્ડના વકીલે રાખી હતી. તેમણે કહ્યું જુલાઈ, ર૦૧૯ સુધી ચૂંટણી પૂર્ણ ન થાય ત્યાં સુધી કેસની સુનવણી ટાળી દેવી જોઈએ.

જ્યારે કોંગ્રેસ અલગ વાતમાં આગળ વધવા માંગે છે ત્યારે કપિલ સિબ્બલને આગળ કરી છે. કોમનવેલ્થમાં પણ ઝીરો લોસ પર તેઓ આગળ આવ્યાં હતા. ગુજરાતમાં અનામતનો મામલો આવ્યો ત્યારે ઓપિનિયન આપવા માટે આવ્યાં હતા. રામ જન્મભૂમિના રસ્તામાં રોડા નાંખવા માટે પણ તેઓ સુન્ની વકફ બોર્ડ તરફથી આવ્યા છે.

હું માંગણી કરું છું કે કોંગ્રેસ પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરે. કોંગ્રેસ પાર્ટી રામ જન્મભૂમિ કેસની સુનવણી જલદી થાય તેની સાથે સહમત છે કે નહીં અથવા તો કોંગ્રેસ પણ ર૦૧૯ ચૂંટણી સુધી સુનાવણી ન થાય તે માટે પોતાનો પક્ષ રજૂ કરે.

હું સમજી પણ નથી શકતો કે જ્યારે બધા કાગળોનું ટ્રાન્સલેશનનું કામ પૂર્ણ થઈ ગયું છે. ૩ જજની બેચ સુનાવણી કરશે તે આજે નિર્ણય કરી દીધો છે. ભાજપ માંગણી કરે છે કે કોંગ્રેસ આ મામલે પોતાનો અધિકૃત પક્ષ સામે લાવે. ગુજરાતમાં ચૂંટણી ચાલી રહી છે. રાહુલ ગાંધી મંદિર મંદિર જઈ રહૃાા છે. તો બીજી બાજુ રામ જન્મભૂમિ કેસની સુનાવણી ટાળવા કપિલ સિબ્બલનો ઉપયોગ કરવામાં આવી રહૃાો છે. હું માનું છું કોંગ્રેસ પાર્ટીએ પોતાના બેવડાં વલણને જનતા સામે ખરાઈ કરવી જોઈએ અને સ્પષ્ટતા કરીને કહેવું જોઈએ કે રામ જન્મભૂમિ કેસ જલદી ચાલે એ કોંગ્રેસ ઈચ્છે કે નહીં. કોંગ્રેસના ઘોષિત થનાર અધ્યક્ષ રાહુલ ગાંધીને વિનંતી કરીશ કે તેઓ પાર્ટીનું સ્ટેન્ડ ક્લિયર કરે.

ભાજપની માંગ છે કે, જલદીથી શ્રીરામ જન્મભૂમિ કેસની સુનાવણી થવી જોઈએ અને સર્વોચ્ચ અદાલતનો ચૂકાદો વહેલી તકે આવવો જ જોઈએ અને ત્યાં એક ભવ્ય રામ મંદિરનું નિર્માણ થવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *