અમે વાયદા નહીં વાસ્તવિકતામાં માનીએ છીએ યુવાનોને ન્યુ એઈજ વોટર નહીં ન્યુ એઈજ પાવર બનાવવા છે:મુખ્યમંત્રી

m1

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતના યુવાધનને વર્લ્ડ કલાસ યુથ બનાવવાનો નિર્ધાર વ્યકત કરતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, અમારે યુવાનોને ન્યૂ એઈજ વોટર નહિ, ન્યૂ એઈજ પાવર બનાવવા છે.
આ સંદર્ભમાં વિજય રૂપાણીએ કહ્યું કે, ૨૧મી સદના જ્ઞાન-વિજ્ઞાનના યુગમાં ગુજરાતની યુવાશકિત વિશ્ર્વની બરોબરી કરી શકે તે માટે શિક્ષણમાં આધુનિક ઉપકરણોના વિનિયોગનો નવતર અભિગમ આ સરકારે અપનાવ્યો છે. મુખ્યમંત્રીએ અમદાવાદમાં રાજ્ય સરકારની યુવા શિક્ષણલક્ષીમહત્વપૂર્ણ યોજના તહેત કોલેજ-ઈજનેરી પોલિટેકનીકના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર છાત્રોને રૂા.૧૦૦૦ની ટોકન કિંમતે ટેબ્લેટ વિતરણનો રાજ્ય વ્યાપી પ્રારંભ કરાવ્યો હતો.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની પ્રેરક ઉપસ્થિતિમાં તેઓએ નમો ઈ-ટેબ. ન્યુ એવન્યુઝ ઓફ મોર્ડન એજ્યુકેશન થ્રુ ટેબ્લેટનું વિદ્યર્થીઓને વિતરણ કર્યું હતું. તેએાએ જણાવ્યું કે, રાજ્યના મધ્યમવર્ગીય પરિવારોના સંતાનોને તેમના હાથમાં વિશ્ર્વના પ્રવાહોની જ્ઞાન-સંપદા આપવાની તક આ સરકારે આ ટેબ્લેટ યોજનાથી સાકાર કરી છે.
ગુજરાતમાં આ વર્ષ માર્ચ-એપ્રિલ-૨૦૧૭માં ધો.૧૨ અને ૧૦ની પરિક્ષાઓમાં ઉર્તિણ થઈ કોલેજ- પોલિટેકનીકના પ્રથમ વર્ષમાં પ્રવેેશ મેળવનારા સાડા ણિ લાખ યુવા છાત્રોને માત્ર-૧૦૦૦ રૂપિયાની ટોકન કિંમત આ ટેબ્લેટ અપાવામાટે સરકારે બજેટમાં ૨૦૦ કરોડ રૂપિયા ફાળવ્યા છે.
રૂપાણીએ કહ્યું કે, અમે ચૂંટણીઓ આવે એટલે ખોટા વાયદા- વાતો કરનારા લોકો નથી. અમે તો રાજ્યની યુવાશકિતને ડેમોગ્રાફીક ડીવીડન્ડને અવસર-તક આપીને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ન્યુ ઈન્ડીયાના સપનાને સાકાર કરવા પ્રતિબધ્ધ છીએ. મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યુ ંકે, રાજ્યના યુવાનાને રૂા.૧૦૦૦ની ટોકન કિંમતે જે ટેબ્લેટ આપી રહ્યા છે તેની ૩૦ કરોડ જેટલી ટોકન એમાઉન્ટ પણ યુવા વિદ્યાર્થીઓના જ હિતમાં સરકાર ઉપયોગ કરશે.
આ રકમમાંથી ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાએના કેમ્પસ વાઈ-ફાઈ કરાશે. ડિઝીટલ કલાસરૂમનું નિર્માણ થશે. ઈ-લાયબ્રેરીની સુવિધાઓ સુદ્રઢ. કરવા તથા ઈ-લેકચર્સના આયોજન કરીને વિદ્યાર્થી વર્ગોને શ્રેષ્ઠત્તમ જ્ઞાન- કૌશલ્ય આપવાની નેમ મુખ્યમંત્રીએ દર્શાવી હતી. મુખ્યમંત્રીએ યુવા વિદ્યાર્થીઓને આહવાન કર્યું કે, સરકારે વિશ્ર્વનો જ્ઞાન ભંડાર તેમની હથેળીમાં મૂકયો છે. ત્યારે યુવા શકિત ગાંધી, સરદાર, નર્મદ અને નરેન્દ્રભાઈ મોદીના ગુજરાતને દિવ્ય-ભવ્ય બનાવી ભારત માતાને પરમ વૈભવના શિખરે બિરાજીત કરવામાં સંવાહક બને.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, ગુજરાતના સર્વાંગી વિકાસ માટે સતત આયોજન થતું રહે છે. પરંતુ નવા ગુજરાત, નવી પેઢી ગુજરાતને આગળ લઈ જવાની છે ત્યારે વિદ્યાંર્થીઓને મદદરૂપ થવાનું જે આયોજન કરવામાં આવ્યું છે તે પૈકી નમો ઈ-ટેબલેટનું આયોજન પણ તેનો એક ભાગ છે.
શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, દેશમાં પરિવર્તન યુવાનો જ લાવી શકશે અને આ અભિયાન સ્કીલ ઈન્ડિયાના માધ્યમથી પ્રધાનમંત્રીએ યુવાનોને પ્રોત્સાહન આપ્યું છે. ત્યારે મેઈક-ઈન ઈન્ડિયા અને સ્ટેન્ડ અપ ઈન્ડિયાના પ્રધાનમંત્રીના સ્વપ્નને સાકાર કરવા યુવાનોને તેમણે આહવાન કર્યં હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *