અમેરિકી સંસદ બિલ પાસ કર્યા વગર સ્થગિત અમેરિકામાં ફરી શટડાઉનની સ્થિતિ બાદ ભારે અનિશ્ર્ચિતતા

The U.S. Capitol looms in the background of a sign on the National Mall reminding visitors of the closures to all national parks due to the federal government shutdown in Washington October 3, 2013. The U.S. government shutdown prompted growing concern of wider economic consequences when it stretched into a third day on Thursday, and President Barack Obama challenged Republicans to "end this farce" by calling a straight vote on a spending bill.    
REUTERS/Kevin Lamarque  (UNITED STATES - Tags: POLITICS BUSINESS HEALTH) - RTR3FK83

અમેરિકી કોંગ્રેસના સમય પર એક બજેટ જોગવાઈ પસાર ન થવાના કારણે અમેરિકામાં ફરીવાર શટડાઉનની સ્થિતિ સર્જાઈ ગઈ છે. અમેરિકાના સાંસદોને આશા હતી કે, આ નવા બિલને અડધી રાતમાં ફેડરલ ફિંંડગ પૂર્ણ થતાં પહેલા પસાર કરી લેવામાં આવશે. રિપબ્લિકન સેનેટર રેન્ડ પોલે કહ્યું છે કે, ખર્ચની મર્યાદાને જાળવી રાખવા સાથે સંબંધિત સુધારા પર ચેમ્બરમાં ચર્ચાની માંગ કરવામાં આવી હતી. આ પહેલા જાન્યુઆરી મહિનામાં પણ અમેરિકામાં ત્રણ દિવસ સુધી શટડાઉનની સ્થિતિ રહી હતી. અમેરિકામાં એન્ટી ડેફિશિએન્સી એક્ટ લાગ્ાૂ છે જે હેઠળ અમેરિકામાં પૈસાની કમી હોવાની સ્થિતિમાં બંધારણીય સંસ્થાઓને પોતાની કામગીરીને રોકી દેવાની જરૂર પડે છે. એટલે કે કર્મચારીઓને રજા ઉપર મોકલી દેવામાં આવે છે. આ ગાળા દરમિયાન તેમને પગારની ચુકવણી પણ કરવામાં આવતી નથી. આવી સ્થિતિમાં સરકાર વિશેષ બજેટ રજૂ કરે છે જેને  પ્રતિનિધિ સભામાં તથા સેનેટમાં પાસ કરવાની જરૂર હોય છે. હાલની સ્થિતિને જોતા અંદાજ છે કે, આઠ લાખથી વધુ કર્મચારી ગેરહાજર રહેશે. માત્ર જરૂરી સેવાઓ જ ચાલુ રહેશે. આ પહેલા ર૦મી જાન્યુઆરીના દિવસે સરકારી ખર્ચને લઇને લાવવામાં આવેલા મહત્વપૂર્ણ આર્થિક બિલને લઇને અમેરિકન પાર્લામેન્ટરીને મંજુરી મળી ગઈ હતી જેના કારણે સરકારને શટડાઉનની જાહેરાત કરવાની ફરજ પડી હતી. અમેરિકામાં અનિશ્ર્ચિતતાનો માહોલ હાલમાં દેખાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *