અમેરિકી વાવાઝોડાના કારણે કિંમતો વધી હતી પેટ્રોલ-ડીઝલની કિંમતમાં હવે ઘટાડો થશે : નિષ્ણાતોનો દાવો

dc-Cover-0ctds4fqd6s27gmr4t2eob7m06-20170306015255.Medi

પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં હાલમાં જ જોરદાર વધારો થયો છે. આના માટે જુદા જુદા કારણોને મુખ્યરીતે જવાબદાર ગણવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતમાં વધારો થવાના કારણે નહીં બલ્કે અમેરિકામાં ફુંકાયેલા વિનાશકારી વાવાઝોડાના કારણે પેટ્રોલિયમ પેદાશોની કિંમતમાં તીવ્ર વધારો થયો છે.
પેટ્રોલિયમ ક્ષેત્રના નિષ્ણાતો આ અંગેની વાત નિખલાસ પણે કબૂલે છે. નિષ્ણાતોનું કહેવું છે કે, આંતરરાષ્ટ્રીય બજારમાં સ્થિતિ સામાન્ય થવાની સાથે જ પેટ્રોલ અને ડિઝલની કિંમતોમાં ઘટાડાનો દોર શરૂ થશે. જાણકાર લોકોના કહેવા મુજબ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમત છેલ્લા કેટલાક સમયથી ૫૦-૫૫ ડોલરની સપાટીએ છે જે ક્રૂડ ઓઇલની દ્રષ્ટિએ તેની કિંમત કરતા વધારે છે. દેશમાં પેટ્રોલ અને ડિઝલની કિંમતો દોઢ મહિનામાં ઉલ્લેખનીય વધારો થયો છે. અમેરિકામાં ફુંકાયેલા વાવાઝોડાને આના માટે મુખ્યરીતે જવાબદાર ગણવામાં આવે છે. અમેરિકામાં હોસ્ટન, ટેક્સાસમાં પહેલા હેરી વાવાઝોડું ફુંકાયું હતું ત્યારબાદ સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં લોરિડામાં ઇરમા વાવાઝોડુ આવ્યું હતું જેના કારણે અભૂતપૂર્વ નુકસાન થયું હતું. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના પૂર્વ ચેરમેન આરએસ બુટોલાનું કહેવું છે કે, અમેરિકામાં આવેલા વાવાઝોડાના કારણે ત્યાં રિફાઈનરી ઉત્પાદન સંપૂર્ણપણે ઠપ થઇ ગયું છે. અમેરિકામાં આશરે બે કરોડ બેરલ પ્રતિદિન ઉત્પાદન ક્ષમતાની રિફાઈનરીઓ આવેલી છે. આમાથી સ્થાનિક વપરાશની સાથે સાથે પેટ્રોલિયમ પેદાશોની નિકાસ પણ કરવામાં આવે છે. વાવાઝોડાના કારણે આમાથી ૩૦થી ૪૦ લાખ ટન ઉત્પાદન ક્ષમતા ઘટી ગઈ હતી. જાણકાર લોકોનું કહેવું છે કે, ડોલર-રૂપિયાના દરે ગેલન-પ્રતિલીટરના હિસાબે ભારે ઉથલપાથલની સ્થિતિ સર્જાઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *