અમેરિકા, કેલિફોર્નિયામાં ભારે વરસાદ કિચડમાં ૧૩ના મોત:૨૫ લોકો ઘાયલ

american-beauty

સાઉથ કેલિફોર્નિયામાં ભારે વરસાદ બાદ મોટાપાયે કિચડ ફેલાવાના કારણે ૧૩ લોકોનાં મોત થયા છે. અમેરિકન મીડિયામાં જાહેર કરાયેલા રિપોર્ટ અનુસાર, અધિકારીઓએ જણાવ્યું કે, કેલિફોર્નિયાના જંગલમાં ગયા મહિને લાગેલી આગના કારણે આ વરસાદમાં અહીં કમર સુધી કિચડ ફેલાઈ ગયો છે. જેના કારણે ૪૮ કિલોમીટરથી વધુ કોસ્ટલ હાઈવેને બંધ કરવા પડ્યા છે.
હજારો લોકોને આ વિસ્તારથી ખસેડવામાં આવ્યા છે. ઉપરાંત ફસાયેલા ૫૦થી વધુ લોકોને બચાવવામાં આવે છે. એક રિપોર્ટ અનુસાર, નાની કારના આકારના પથ્થરો પહાડો પરથી નીચે સડક પર આવીને પડવાના કારણે, રસ્તાઓ બંધ થઈ ગયા છે. બચાવમાં આવેલા લોકોમાંથી એક ૧૪ વર્ષની બાળકીપણ સામેલ છે. જે પોતાના નષ્ટ થયેલા ઘરમાં કલાકો સુધી ફસાયેલી રહી. ફાયર સેફટી વિભાગે કાદવમાં ફસાયેલી એક યુવતીને બચાવી હોવાની તસવીર પણ જાહેર કરી છે.
મંગળવારે મોન્ટેસિટોમાં કાટમાળમાં દટાઈ ગયેલામૃતદેહો મળી આવ્યાહતાં. અહીં હાલ સર્ચ ઓપરેશન ચાલુ છે. ગયા મહિને અહીંના જંગલોમાં લાગેલી ભીષણ આગ અને વરસાદ બાદ સેન્ટા બાર્બરા કાઉન્ટીમાં ભૂસ્ખલનની નવી મુસીબત ઉભી થઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર,આ એરિયાના માત્ર ૧૦થી ૧૫ ટકા વિસ્તારને જ ખાલી કરવાના આદેશ આપવામાં આવ્યા છે. સેન્ટા બાર્બરામાં ૯,૦૦૦ રેસિડન્સ હાઉસ આવેલા છે.જેમાં હોલિવુડના જાણીતી સેલિબ્રિટી ઓપ્રાહ વિન્ફ્રે, રોબ લોવ અને એલેન ડીજેનરસના મેન્શનનો સમાવેશ થાય છે.
આ વિસ્તારમાં હેલિકોપ્ટર રેસ્કયૂલ શરૂ કરવામાં આવ્યું હતું.
વેન્ટુરાથી સેન્ટા બાર્બરાનો કોસ્ટલહાઈવે યુએસ ૧૦૧ને ૩૦ માઈલ સુધી બંધ કરી દેવામાં આવ્યો હતો. આ ઉપરાંત યોજાઈ, મીરા મોન્ટે અને ઓક વ્યુમાં ફલેશ ફલડ વોર્નિંગ જાહેર કરવામાં આવી હતી.
મોટા ભાગના મોત મોન્ટેસિટોમાં થયા હોવાનું અનુમાન છે. મોન્ટેસિટોમાં જાણીતા સેલિબ્રિટીઝ સહિત ૯,૦૦૦ મકાનો આવેલા છે. એન્કલેવમાં ઓપ્રાહ વિન્ફ્રે, રોબ લોવ, એલેન ડીજેનરસ અને જીમી કોર્નોસના મેન્શન આવેલા છે. એાપ્રાહનું કના આ આપદામાં બચી ગયું છે, પરંતુ તેણે તેના ઘરના યાર્ડમાં ઘૂંટણ સુધી કીચડ અને રસ્કયુ ઓપરેશનના ફોટાગ્રાફ અને વીડિયો ટ્વીટર પર પોસ્ટ કર્યા હતાં.
ભૂતપૂર્વ ટેનિસ સ્ટાર કોર્નોસે તેના ટ્વીટર એકાઉન્ટ પર લખ્યું કે, તેનો તેના ઘરેથી હેલિકોપ્ટરથી બચાવ કરવામાં આવ્યો છે. રસ્કયૂ ક્રૂએ હેલિકોપ્ટરની મદદથી ઘર કે ઘરની છત પર ફસાયેલા ૫૦થી વધુ લોકોને બચાવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *