અમેરિકામાં શૂટઆઉટ, હીટ એન્ડ રન કેસમાં બે ભારતબંધીઓના મોત

170921_vod_orig_police_shoot_deaf_man_16x9_992

અમેરિકામાં શૂટઆઉટ અને હીટ એન્ડ રન કેસમાં બે ભારતપંથીઓનો ભોગ લેવાયો છે. નોર્થ કેરોલિયનમાં ફેટેવિલે શહેરમાં મોટેલ નાઈટસ ઈન એન્ડ ડાયમંડઝ જેન્ટલમેન કલબના માલિક અને આણંદના વતની આકાશ તલાટી નામનો ૪૦ વર્ષનો યુવાન બે વ્યક્તિ વચ્ચેની ગોળીબારીનો ભોગ બન્યો હતો. કલબમાંથી બહાર કાઢવામાં આવેલા વ્યક્તિએ પાછા આવી સિકયુરીટી ગાર્ડ પર ગોળીબાર કરતાં બાજુમાં ઉભેલો આકાશ વીંધાઈ ગયો હતો.આ બનાવ બાબતે માર્કેટો ડેવિટ નામના ૨૩ વર્ષના યુવક પર હત્યાના પ્રયાસનો ગુનો નોંધવામાં આવ્યો છે. આકાશ સાથે મોકા-એ-વારદાતમાં ઉપસ્થિત અન્ય ત્રણને પણ ઈજા થઈ હતી.
વિદેશપ્રધાન સુષ્મા સ્વરાજે પણ આકાશ તલાટીના મૃત્યુને સમર્થન આપ્યું છે.સૂત્રોના જણાવ્યા મુજબ આકાશ આણંદ કોમર્સ કોલેજના પુર્વ પ્રિન્સીપાલ રમેશ તલાટીનો પુત્ર હતો.અન્ય એક ઘટનામાં હીટ એન્ડ રન કેસમાં ૧૮ વર્ષની ભારતીય ડેન્ટલ વિદ્યાર્થીનું મોત નીપજયું હતું. પીડિતના વાહન સાથે ટકકર પછી અકસ્માત સર્જનાર ડ્રાઈવરે તેનો પિકઅપ ટ્રક એના પર ફરી વળ્યો હતો.
લેબિટટાઉનમાં ગાર્ડીનર્સ એવં નજીક હેમ્પસ્ટીક ટર્નપાઈક પર અકસ્માતનો બનાવ બન્યો હતો અને એમાં તહનજીત પરમાર નામની ૧૮ વર્ષની યુવતી મારી ગઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *