અમેરિકામાં બે સ્ટોરમાં ફાયરિંગ ભારતીય મૂળના શખ્સનું મોત

indoamericans-kDID--621x414@LiveMint

જોર્જિયામાં એક શખ્સે બે સ્ટોર્સમાં ફાયરિંગ કર્યું. જેમાં ભારતીય મૂળના એક શખ્સનું મોત થયું છે. અને બીજાની હાલત ગંભીર છે. ઘટના મંગળવારની છે અને બન્ને સ્ટોર્સમાં ૧૦ મિનિટની અંદર ફાયરિંગની ઘટનાને અંજામ આપવામાં આવ્યો. શેરિફ ઓફિસના અનુસાર, લેમાર રશદ નિકોલસન (૨૮)ની ધરપકડ કરવામાં આવી છે. તેને ફલોયડ કાઉન્ટી જેલમાં મોકલી દેવામાં આવ્યો છે. તેની પર હત્યા, રોબરી અને ગુનો કરવા દરમ્યાન હથિયાર રાખવાનો આરોપ લગાવાયો છે.
શેરિફ ઓફિસના અનુસાર, નિકોલસન બ્રૂનેટ ફેરી રોડ સ્થિત ક્વિક સ્ટોપમાં મંગળવારે સાંજે ઘુસ્યો હતો. સ્ટોરમાં ઘુસતા જ તેણે પરમજીત સિંહ (૪૪) પર અનેક ગોળીઓ ચલાવી. ત્યારબાદ ૧૦ મિનિટ પછી તે એલ્મ સ્ટ્રીટ પર એક ફૂડ એન્ડ બેવરેજ સ્ટોરમાં ઘુસ્યો. કલાર્ક પાર્થેય પટેલ (૩૦)ને ગોળી મારી. અહીંથી નીકળતા પહેલા નિકોલસને રૂપિયા ચોર્યા હતાં આ બનાવમાં ગુજરાતી યુવક પાર્થેય પટેલની હાલત ગંભીર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *