અમેરિકાના કપ્પલને ‘ટેકસ’ના બદલામાં પ્રોપર્ટી મળી !

couple

સેન ફ્રાન્સિસ્કો: અમેરિકાના સેન ફ્રાન્સિસ્કો જેવા શહેરમાં પ૭ લાખ રૂપિયા જેવી રકમમાં કદાચ એક મોટી સાઇઝનું ઘર પણ ન મળે ત્યારે ત્યાંના ટીના અને માઇકલ ચેન્ગ નામના મુળ હોન્ગકોન્ગના દંપતીએ આખેઆખી ગલી જ ખરીદી લીધી હોવાના સમાચારે સનસનાટી મચાવી દીધી છે. પ્રેસિડિઓ ટેરેસ નામના વિસ્તારની એ ગલીમાં કુલ ૩૮ મકાનો પડે છે. બનેલું એવું કે શહેરના એકદમ પોશ વિસ્તારમાં આવેલી એ વર્તુળાકાર ગલીમાં રહેતા લોકોના એસો.ને છેલ્લા ત્રીસ વર્ષનો પ્રોપર્ટી-ટેકસ ભર્યો જ નહોતો. આ ટેકસની રકમ માત્ર ૬૩ હજાર જેટલી જ થતી હતી. આથી એ પ્રાઇવેટ સ્ટ્રીટને સત્તાધીશોએ હરાજીમાં મુકી અને આ સ્થળથી ખાસ્સા ૭ર કિ.મી. દૂર રહેતા આ દંપતીએ પ૭ લાખ રૂપિયાની સૌથી ઊંચી બોલી લગાવીને એ ગલી ખરીદી લીધી. મજાની વાત એ છે કે આ ગલીમાં સરેરાશ આઠ કરોડ રૂપિયાની કિંમતના બંગલો આવે છે, જેમાં આ દંપતીનું એકેય ઘર નથી. હવે એ ગલી, રસ્તો, એના પરનાં વૃક્ષો, ટ્રાફીક-આઇલેન્ડ, ફૂટપાથ બધું જ આ દંપતીની માલિકીનું થઇ ગયું છે. હવે આ ચેન્ગ દંપતી પોતાની માલિકીની ગલીમાંથી કેવી રીતે પૈસા કમાવા એની યોજનાઓ વિચારી રહ્યું છે, જ્યારે ઊંઘતા ઝડપાયેલા મકાનમાલિકો ધૂંઆપૂંઆ થઇ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *