અમિત શાહે અરવલ્લી જિલ્લાના કાર્યકર્તાઓની મુલાકાત લીધી

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના કાર્યકર્તાની મુલાકાતે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ આવ્યા હતા. રાષ્ટ્રીય મહામંત્રી ભૂપેન્દ્રિંસહ યાદવ, પ્રદેશ ભાજપના મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા, મહામંત્રી કે. સી. પટેલ, રમણભાઈ વોરા વિગેરે હાજર રહૃાા હતા. અધ્યક્ષ સ્થાનેથી બોલતા અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે, અત્યાર સુધીની ચૂંટણીઓ જીત્યા તે બરાબર છે પરંતુ હવે ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી જ્યારે દેશના વડાપ્રધાન હોય ત્યારે આ ચૂંટણીમાં ૧૫૦ પ્લસનો ટાર્ગેટ પૂરો કરવાનો છે. જેમાં સાબરકાંઠા જિલ્લા તથા અરવલ્લી જિલ્લાએ આ વખતે પૂરેપૂરી બેઠકો જીતવાની છે. માટે કાર્યકર્તાઓ અત્યારથી જ કામે લાગી જાય. તેમાં તેઓએ વધુમાં જણાવ્યું હતું કે રાહુલ ગાંધી ગુજરાતમાં આવી વિકાસની વાતો કરે છે પરંતુ તેઓના મત વિસ્તારમાં જિલ્લા કલેક્ટર કચેરી નહોતી. જ્યાં એ પરિવાર વર્ષોથી એ બેઠક ઉપર ચૂંટાતા રહૃાા છે પરંતુ ત્યાં આગળ તેમના વિસ્તારમાં કોઈ વિકાસના કામો કર્યા નથી. અત્યારે રાજ્યમાં અને કેન્દ્રમાં ભાજપની સરકાર છે ત્યારે ‘સૌનો સાથ, સૌનો વિકાસ એ સૂત્રના આધારે સમગ્ર દેશમાં અને ગુજરાતમાં વિકાસે હરણફાળ ભરી છે. ગુજરાતમાં કેશુભાઈ પટેલથી નરેન્દ્રભાઈ, આનંદીબેન અને રૂપાણીજીએ ગુજરાતના વિકાસ માટે તનતોડ મહેનત કરી છે. જેનું પરિણામ આજે દેખાય છે. આ બધો યશ ભાજપના કાર્યકર્તાઓને અને આમજનતાને જાય છે. રાષ્ટ્રીય અધ્યક્ષનું સ્વાગત સાબરકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ જે. ડી. પટેલ અને રણવીરિંસહ ડાભીએ કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *